Connect Gujarat
ટેકનોલોજી

આજે છે ગૂગલનો Happy Birthday ..... 25 વર્ષનું થયું ગૂગલ, જાણો ગૂગલની બીજી રસપ્રદ માહિતી.......

મગજમાં કોઈ સવાલ આવતા પહેલા પુસ્તકો વાંચવામાં આવતા હતા. જ્યારે હવે ગૂગલનો સહારો લેવામાં આવો છે.

આજે છે ગૂગલનો Happy Birthday ..... 25 વર્ષનું થયું ગૂગલ, જાણો ગૂગલની બીજી રસપ્રદ માહિતી.......
X

મગજમાં કોઈ સવાલ આવતા પહેલા પુસ્તકો વાંચવામાં આવતા હતા. જ્યારે હવે ગૂગલનો સહારો લેવામાં આવો છે. ગૂગલ હવે આપણી જીંદગીનો એક ભાગ બની ચૂક્યુ છે. ગૂગલ પર રોજ 8.5 અરબથી વધુ કીવર્ડ્સ સર્ચ કરવામાં આવે છે. આ સર્ચ એન્જિન આજે પોતાનો 25મો જન્મ દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર ગૂગલના હોમપેજ પર ખાસ ડૂડલ પણ બનાવવામાં આવ્યું છે. ગૂગલે છેલ્લા 25 વર્ષના પોતાના સફરને આ ડૂડલ દ્વારા બતાવ્યો છે અને મજેદાર રીતે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યું છે. જો તમે Google.com પર જશો તો હોમપેજ પર Googleના બદલે ખાસ રીતે 'G25gle' લખેલું નજર આવશે અને ખાસ GIF દેખાશે. આ ડૂડલ દર્શાવી રહ્યું છે કે, કંપની 25 વર્ષનો સફર પૂરો કરી ચૂકી છે. 1998 બાદથી હમણા ઘણું બદલાઈ ગયુ છે જેને આજના ડૂડલમાં જોઈ શકાય છે. જોકે, Google નું મિશન હંમેશા એક જ રહ્યું છે કે– વિશ્વની માહિતીને વ્યવસ્થિત કરવી અને તેને સાર્વત્રિક રીતે સુલભ અને ઉપયોગી બનાવવી. વિશ્વભરના અબજો લોકો સર્ચ કરવા માટે, કનેક્ટ થવા માટે, કામ કરવા માટે, રમવા અને બીજા બધા કામ માટે Google નો ઉપયોગ કરે છે.

Next Story