Connect Gujarat
ટેકનોલોજી

Twitter યૂઝર્સના જો 10 હજારથી વધુ Followers હશે તો થશે તગડી કમાણી, મહિનામાં ઓછામાં ઓછા આટલા કરવા પડશે ટ્વીટ

Twitter યૂઝર્સના જો 10 હજારથી વધુ Followers હશે તો થશે તગડી કમાણી, મહિનામાં ઓછામાં ઓછા આટલા કરવા પડશે ટ્વીટ
X

ટ્વિટરે આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીમાં સુપર ફોલો ફીચરની જાહેરાત કરી હતી અને હવે લાંબી રાહ જોયા બાદ આખરે આ ફીચર શરૂ કરવામાં આવ્યું છે. આ કંપનીની રેવન્યુ સ્ટ્રીમ વધારવાની યોજનાનો એક ભાગ છે. આ ફીચરના કારણે ક્રિએટર પૈસા કમાઈ શકશે. ક્રિએટર્સને સુપર ફોલોઅર્સ તરફથી તેમના સબસ્ક્રાઇબર-ઓન્લી ટ્વીટ્સમાંથી કમાણી કરવાની તક મળશે. ટ્વિટર દ્વારા જણાવાયું છે કે, આજે અમે સુપર ફોલો લોન્ચ કરવા બદલ ઉત્સાહિત છીએ.

આ ફીચર ટ્વિટર પર ફોલોઅર્સ સાથે સબસ્ક્રાઇબર-ઓનલી કન્ટેન્ટ શેર કરીને માસિક આવક મેળવવાનો નવો રસ્તો છે. સુપર ફોલો સાથે લોકો ટ્વિટર પર કન્વર્ઝેશનનું એકસ્ટ્રા લેવલ બનાવી શકે છે. કઈ રીતે કામ કરશે સુપર ફોલો?- સુપર ફોલો મારફતે યુઝર્સ સૌથી સારી રીતે જોડાયેલા ફોલોઅર્સને કન્ટેન્ટ મોનિટાઈઝ કરવા માટે $2.99, $4.99 અથવા $9.99નું માસિક સબ્સ્ક્રિપ્શન આપી શકે છે.

બીજી તરફ ફોલોઅર્સને તેમના ટ્વીટ્સ, પ્રિવ્યુ અને સબસ્ક્રાઇબર-ઓનલી કન્વર્ઝેશનનું ખાસ એક્સેસ મળશે. આ ફીચર માટે અત્યારે અમેરિકામાં ઓછા લોકોએ અરજી કરી છે. વેઇટલિસ્ટ માટે એલિજિબલ બનવા માટે ક્રિએટરના 10,000 અથવા તેથી વધુ ફોલોઅર્સ હોવા જોઈએ, તે ઓછામાં ઓછા 18 વર્ષનો હોવો જોઈએ અને છેલ્લા 30 દિવસમાં ઓછામાં ઓછા 25 ટ્વીટ કર્યા હોવા જોઈએ. સુપર ફોલો માટે સબ્સ્ક્રાઈબ કઈ રીતે કરવું?- એકાઉન્ટની પ્રોફાઇલ પર સુપર ફોલો બટન હશે. તેના પર ટેપ કરવાથી પેઈડ ઓફર અને પ્રાઈઝની ડિસ્ક્રિપ્શન રોલ આઉટ થશે.

રસ ધરાવતા વ્યક્તિ ઇન-એપ્લિકેશન પેમેન્ટ દ્વારા સબસ્ક્રાઇબ કરવા ટેપ કરી શકે છે. સબ્સ્ક્રાઈબ કર્યા બાદ તમને ટાઇમલાઈન પર સબસ્ક્રાઇબર-ઓનલી કન્ટેન્ટ જોવા મળશે. તમે ગમે ત્યારે તેને અનસબસ્ક્રાઇબ કરી શકો છો. સુપર ફોલોઅર તરીકે તમે એવા કન્વર્ઝેશનમાં જોડાઈ શકો છો, જે ફક્ત અન્ય સબસ્ક્રાઇબર જ જોઈ શકે છે અને તેનો રીપ્લાય આપી શકે છે. અત્યારે સુપર ફોલોવર્સને માત્ર સબ્સક્રાઈબર માટેના ટ્વિટનો લાભ મળશે. સાથે જ ભવિષ્યમાં અન્ય સુવિધાઓ પણ મળશે.

Next Story