Connect Gujarat
ટેકનોલોજી

Whatsapp લાવ્યુ નવા શાનદાર ફિચર્સ, 24 કલાક માટે મીડિયા અને ટેક્સ્ટ શેર કરવાનો વિકલ્પ મળશે

વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp ના સ્ટેટસ સેક્શનમાં વપરાશકર્તાઓને 24 કલાક માટે મીડિયા અને ટેક્સ્ટ શેર કરવાનો વિકલ્પ મળે છે.

Whatsapp લાવ્યુ નવા શાનદાર ફિચર્સ, 24 કલાક માટે મીડિયા અને ટેક્સ્ટ શેર કરવાનો વિકલ્પ મળશે
X

વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp ના સ્ટેટસ સેક્શનમાં વપરાશકર્તાઓને 24 કલાક માટે મીડિયા અને ટેક્સ્ટ શેર કરવાનો વિકલ્પ મળે છે. એપએ આ ફીચરમાં ઘણા ફેરફાર કર્યા છે જે ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક સ્ટોરી ની જેમ કામ કરે છે. સારા સમાચાર એ છે કે નવા ફેરફારો બધા વપરાશકર્તાઓ માટે રોલ આઉટ કરવામાં આવી રહ્યા છે અને આગામી થોડા અઠવાડિયામાં દરેકને રોલઆઉટ કરવામાં આવશે.પસંદ કરેલા કોન્ટેક્ટ માંથી વોટ્સએપ સ્ટેટ્સ અપડેટ્સ છુપાવવા અથવા પસંદ કરેલા કોન્ટેક્ટ સાથે શેર કરવાનું હવે વધુ સરળ બનશે.

નવી સેટિંગ્સ સાથે, વપરાશકર્તાઓ નક્કી કરી શકશે કે તેમના સ્ટેટસ અપડેટ કોને બતાવવામાં આવે. છેલ્લી પસંદગીને ડિફૉલ્ટ સેટિંગ તરીકે ચિહ્નિત કરવામાં આવશે.યુઝર્સને વોઇસ નોટ શેર કરવાનો વિકલ્પ સ્ટેટસમાં ફોટો-વિડિયો અને ટેક્સ્ટ સિવાય યુઝર્સને વોઇસ નોટ શેર કરવાનો વિકલ્પ પણ આપવામાં આવી રહ્યો છે. યુઝર્સ તેમના સ્ટેટસ પર 30 સેકન્ડ સુધી ની ઓડિયો ક્લિપ શેર કરી શકશે, જેની સાથે પોતાની જાતને વ્યક્ત કરવામાં સરળતા રહેશે. આ ઓડિયો ક્લિપ પણ 24 કલાક પછી આપમેળે અદૃશ્ય થઈ જશે.વોટ્સએપના મેસેજ પર લાંબા સમય સુધી ટેપ કર્યા પછી, ઇમોજી ની મદદથી પ્રતિક્રિયા આપવા માટે એક વિકલ્પ આપવામાં આવે છે અને હવે સ્ટેટસ અપડેટ્સ માટે પણ સમાન વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. યુઝર્સે સ્ટેટસ અપડેટ પર પ્રતિક્રિયા આપવા માટે સ્વાઇપ-અપ કરવું પડશે અને 8 ઇમોજીસ બતાવવામાં આવશે. આ ઈમોજીસ પર ટેપ કરીને ક્વિક રિએક્શન આપી શકાય છે

Next Story