Connect Gujarat
ટેકનોલોજી

વ્હોટ્સએપે 'ચેટ લોક' ફીચર લોન્ચ કર્યું,હવે યુઝર્સ પર્સનલ ચેટ લોક અને હાઇડ કરી શકશે

મેટાની મેસેજિંગ એપ વ્હોટ્સએપે 'ચેટ લોક' ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર દ્વારા એપ યુઝર્સ કોઈપણ વ્યક્તિગત ચેટને લોક કરી શકે છે,

વ્હોટ્સએપે ચેટ લોક ફીચર લોન્ચ કર્યું,હવે યુઝર્સ પર્સનલ ચેટ લોક અને હાઇડ કરી શકશે
X

મેટાની મેસેજિંગ એપ વ્હોટ્સએપે 'ચેટ લોક' ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર દ્વારા એપ યુઝર્સ કોઈપણ વ્યક્તિગત ચેટને લોક કરી શકે છે, ત્યારબાદ ચેટને સિક્રેટ ફોલ્ડરમાં મૂવ કરી દેવામાં આવશે. એટલે કે, હવે તમે આ ફિચર દ્વારા તમારા કોઈપણ મિત્ર, સંબંધી અથવા અન્યની ચેટને વધુ સિક્રેટ બનાવી શકશો. આ ચેટ પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ વિના ખૂલશે નહીં.મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા આ ફીચર વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 'વ્હોટ્સએપમાં નવું લોક ફીચર તમારી ચેટ્સને વધુ સિક્રેટ બનાવશે. ચેટ પાસવર્ડ પ્રોટેક્ટેડ ફોલ્ડરમાં રાખવામાં આવશે અને નોટિફિકેશન તેમજ કન્ટેન્ટ દેખાડવામાં નહી આવે. આ ફીચરમાં એ જ પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ મોબાઈલ ફોનની સ્ક્રીનને લોક કરવા માટે થાય છે. આ કારણે જો કોઈને તમારા મોબાઈલનો પાસવર્ડ ખબર છે, તો તે તમારી લૉક કરેલી ચેટને એક્સેસ કરી શકે છે. જોકે, આવનારા દિવસોમાં કંપની આ ફીચરમાં યુઝર્સને કસ્ટમ પાસવર્ડ સેટ કરવાનો વિકલ્પ આપી શકે છે.

Next Story