ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુનો એક નવો વીડિયો સામે આવ્યો છે. એમાં તેણે 19 નવેમ્બરના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટ્રાવેલ નહીં કરવા લોકોને ચેતવણી આપી છે.પન્નુએ કહ્યું છે કે જો કોઈ આ દિવસે પ્રવાસ કરશે તો જીવનું જોખમ રહેશે.19 નવેમ્બરે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ પણ છે.પન્નુએ વીડિયોમાં ખાસ કરીને શીખ સમુદાયના લોકોને એર ઇન્ડિયાની ફ્લાઇટ ટાળવાની સલાહ આપી છે.
આતંકી પન્નુએ આપી ધમકી, ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલના દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં જીવનું જોખમ
