• જૂના તવરા ગામે પાટોત્સવ ઉજવાયો

  • શ્રી પાંચ દેવી મંદિરનો 13મો પાટોત્સવ

  • આહીર સમાજ દ્વારા કરાયું આયોજન

  • નવચંડી યજ્ઞ સહિત મહાપ્રસાદીનું આયોજન

  • મોટી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો  

ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ આહીર સમાજની કુળદેવી  સિંધવાઈ માતાજીમહાકાળી માતાજીખોડીયાર માતાજી,મુંગલાઈ માતાજી અને  મેલડી માતાજીના મંદિરના 13માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જૂના તવરા ગામના વિવિધ ગોત્રના આહીર પરિવારો દ્વારા શ્રી પાંચ દેવી મંદિર‘ ખાતે 13માં પાટોત્સવ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત વિશેષ પૂજન આરતી,નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક આયોજનમાં આહિર સમાજ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમજ શ્રધ્ધાળુઓએ ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.