સુરત શહેરમાં આરોપી ભાગીને નાસી છૂટતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાવના પગલે પોલીસે આરોપીની શોધખોળ આરંભી છે. મળતી માહિતી અનુસારસુરતમાં આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો. કોઝવે પરના પાળા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈને પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો.

આરોપી પાળા પરથી તાપી નદીમાં કૂદી ગયો અને ત્યારબાદ તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાંથી ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર સ્ટેશનની 2 ગાડીઓ અને ફાયરના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં ફાયર વિભાગની એક બોટ અને સ્થાનિક લોકોની 2 બોટ દ્વારા તાપી નદીમાં આરોપીની શોધખોળ કરવામાં આવી હતી.