ભરૂચ: જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા આગામી તા. ૨૩ અને ૨૫ મેના રોજ હાથ ધરાશે
ભરૂચ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થતાં, હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટેની ખાસ સભાઓનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર
વિકાસ કમિશનર ગાંધીનગરના આદેશાનુસાર ભરૂચ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થતાં, હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટેની ખાસ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી માટેની ખાસ બેઠક આગામી તા. ૨૩/૦૫/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે જિલ્લા પંચાયત, ભરૂચના સભા ખંડ ખાતે યોજાશે.આ ઉપરાંત, ભરૂચ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની પ્રથમ બેઠક તા.૨૫ મે ૨૦૨૬ ના રોજ સંબંધિત તાલુકા મથકોએ આયોજિત કરવામાં આવી છે.
આ બેઠકો અંગેની નોટિસ અને જરૂરી નમૂનાઓ સંબંધિત તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપવામાં આવ્યા છે.આમ, ભરૂચ જિલ્લા તેમજ તમામ તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સંદર્ભે સમયસર અને નિયમાનુસારની આગળની તમામ કાર્યવાહી હાથ ધરવા માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
