માઠા સમાચાર : સુરતના ઓલપાડનું પ્રસિદ્ધ સિદ્ધનાથ મંદિર પવિત્ર શ્રાવણ માસની શરૂઆતમાં જ થશે બંધ

New Update
માઠા સમાચાર : સુરતના ઓલપાડનું પ્રસિદ્ધ સિદ્ધનાથ મંદિર પવિત્ર શ્રાવણ માસની શરૂઆતમાં જ થશે બંધ

સુરત જિલ્લામાં વધતા જતા કોરાના સંક્રમણને ધ્યાનમાં રાખી ઓલપાડ તાલુકાના સરસ પાસે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર આવતી 21 જુલાઈથી શરૂ થતાં શ્રાવણ માસના પ્રથમ દિવસથી મંદિરના દરવાજા ભક્તો માટે અનિશ્રિત મુદ્દત સુધી બંધ કરવાની જાહેરાત સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ કમિટી દ્વારા કરવામાં આવી હતી.

publive-image

પવિત્ર શ્રાવણ માસને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે શ્રાવણ માસમાં મંદિરોમાં ભક્તોની ભીડ વધતી જોવા મળતી હોઈ છે,ત્યારે આ કોરાના મહામારીમાં ભીડને ટાળવા અને સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશોને ધ્યાનમાં રાખી સુરત જિલ્લામાં એક પછી એક મંદિરો ભાવિ ભક્તો માટે બંધ થઈ રહ્યા છે. ત્યારે આજરોજ ઓળપાડના સરસ ખાતે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરને સિદ્ધનાથ ટેમ્પલ કમિટીએ શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ મંદિર અનિશ્રિત મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવના મંદિર શ્રાવણ માસનો પ્રારંભ થતા જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ભક્તો દૂર દૂરથી કાવડ યાત્રા લઈને મહાદેવના દર્શને આવતા હોય છે. ત્યારે કોરાના મહામારીને ધ્યાનમાં રાખી સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ કમિટી દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો હતો.