• રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજન

  • પાંજરાપોળ ખાતે ભક્તિમય માહોલ સર્જાયો  

  • વૈશાખ વદ અમાસે સાંઈ ભજનોની જામી રમઝટ

  • સાંઈભક્તોએ ભજન અને મહાપ્રસાદીનો લીધો લાભ

  • પ્રેરક પ્રસંગોથી શ્રોતાઓ મંત્રમુગ્ધ 

ભરૂચની પવિત્ર ભૂમિ પર વધુ એકવાર ભક્તિ અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે.પાંજરાપોળ ખાતે રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૈશાખ વદ અમાસના પવિત્ર શનિવારે પાંચમી “શ્રી દ્વારકામાઈ ભજન સંધ્યા” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચની પવિત્ર ભૂમિ પર વધુ એકવાર ભક્તિ અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે.પાંજરાપોળ ખાતે રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૈશાખ વદ અમાસના પવિત્ર શનિવારે પાંચમી “શ્રી દ્વારકામાઈ ભજન સંધ્યા” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભજન સંધ્યામાં ભજનિકોએ એકથી એક ચડિયાતા સાંઈ ભજનોની પ્રસ્તુતિ કરીને સમગ્ર વાતાવરણને સાંઈમય બનાવી દીધું હતું અને ભક્તોને ઝૂમવા પર મજબૂર કર્યા હતા.

આ પ્રસંગે જાણીતા સાંઈ ભક્ત પૂજા પચીગરે સાઈબાબાના જીવનના પ્રેરક પ્રસંગો રજૂ કર્યા હતા, જેને સાંભળીને ઉપસ્થિત તમામ ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા. કાર્યક્રમના અંતે ટ્રસ્ટ તરફથી તમામ ભક્તો માટે સાઈબાબાની મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે ભરૂચ પાંજરાપોળના મેનેજીંગ ટ્રસ્ટી બિપિન ભટ્ટનો વિશેષ સહકાર સાંપડ્યો હતો.