વડાપ્રધાન મોદીની હાજરીમાં આજે ભારત-મધ્ય એશિયા શિખર સંમેલન યોજાશે. જેમા 5 દેશો ભાગ લેવાના છે. આ બેઠકમાં ખાસ કરીને અફઘાનિસ્તાનની સ્થિતીને લઈને ચર્ચા કરવામાં આવશે.
અફઘાનિસ્તાનની સ્થિતીને લઈને આજે દિલ્હીમાં પહેલી વખત ભારત-મધ્ય શિખર સંમેલન યોજાશે. આ બેઠકમાં કનેક્ટિવિટી, વેપાર અને સહયોગને લઈને એક વિશેષ રણનીતિ બનાવમાં આવશે સાથેજ અફઘાનિસ્તાનની સ્થિતીને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ સંમેલનમાં આજે પાંચ મધ્ય એશિયાઈ દેશ શામેલ થશે અને તેઓ પણ અફઘાનિસ્તાન સંકટને લઈને ચર્ચા કરશે.
કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કિમેનિસ્તાન અને ઉજબેકિસ્તાન આજે શિખર સંમેલનમાં ભાગ લેશે. આ દરેક દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેથી તેઓ કાલે ભારતના ગણતંત્ર દિવસના સમારોહમાં ભાગ લેવા ન આવી શક્યા. પરંતુ આજે વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા તેઓ શિખલ સંમેલનમાં ભાગ લેશે. આ બેઠકમાં ખાસ કરીને વેપાર, કનેક્ટિવિટી, સહયોગ, સંસ્કૃતિ અને દરેક દેશો એકબીજા સાથે સંબંધ વધારે મજબૂત બનાવે તેને લઈને ચર્ચા થશે. ઉપરાંત આ શિખર સંમેલનને નિયમિત કાર્યક્રમ બનાવવા એક સ્થાયી સચિવાલયનું નિર્માણ કરવામાં આવશે, જ્યા દેરક દેશના ઉચ્ચ અધિકારીઓ પોતાની સલાહ તેમજ સૂચન આપી શકશે.
