-
અંકલેશ્વરના અંદાડા ગામે વિકાસના કાર્યો
-
તળાવનું રી ડેવલપમેન્ટ કરાશે
-
નવા ગાર્ડનનું થશે નિર્માણ
-
રૂ.4.63 કરોડનો ખર્ચ કરાશે
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત
અંકલેશ્વર: અંદાડા ગામે રૂ.4.63 કરોડના ખર્ચે તળાવનું રી ડેવલપમેન્ટ કરાશે, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત
અંદાડા ગામ ખાતે રૂપિયા 4.63 કરોડના ખર્ચે તળાવનું રીડ ડેવલોપમેન્ટ તેમજ નવા ગાર્ડનનું નિર્માણ કરવામાં આવશે જેના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે વિકાસના વિવિધ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે રૂપિયા 4.63 કરોડના ખર્ચે તળાવનું રી ડેવલપમેન્ટ તેમજ નવા ગાર્ડનના વિકાસ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અધિક કલેકટર પાર્થ જયસ્વાલ, ભરૂચ જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન કિરીટ માસ્ટર, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, અંદાડા ગ્રામ પંચાયતના સરપંચ નીરૂબેન પટેલ, અંદાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ કૃણાલ પટેલ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના લીંક રોડ પર આવેલ માતરીયા તળાવની જેમ અંદાડા ગામ ખાતે તળાવનો વિકાસ કરવામાં આવશે જ્યાં તળાવની ફરતે પ્રોટેક્શન વોલ, વોકિંગ ટ્રેક અને ગજીબો સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે જેનાથી અંકલેશ્વરવાસીઓને નવલું નજરાણુ પ્રાપ્ત થશે. આ સાથે જ અંકલેશ્વરના અંદાડા, નવાગામ કરારવેલ, મોટાલી અને કાંસીયા ગ્રામ પંચાયતને ઘનકચરાના નિકાલ માટે ટ્રેકટરની ફાળવણી કરવામાં આવી હતી.
