રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીની ડિસ્ટ્રિક્ટ ગવર્નરે મુલાકાત લીધી

રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીની ડિસ્ટ્રિક્ટ ગવર્નરે મુલાકાત લીધી
New Update

રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીની મુલાકાત ડિસ્ટ્રિક્ટ ગવર્નંરે લીધી. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીની મુલાકાત ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાનીએ લીધી હતી. તેમણે ક્લબની કામગીરી અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી .

publive-image

આ પ્રંસગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નંરે ક્લબના વિવિધ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી. જેમાં ગરીબ વિદ્યાર્થીઓંને મદદ રૂપ એવા દિશા પ્રોજેક્ટ અંગે કલબને અભિનંદન આપ્યા હતા રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરીના પ્રમુખ પ્રવીણદાન ગઢવીએ ક્લબની વિવિધ માહિતી આપી હતી. તેમણે કોરોનાના સમયમાં કામગીરીની માહિતી આપી હતી. તેમજ આવનારા દિવસોમાં ઝાડેશ્વર વિસ્તારમાં સ્મશાન તૈયાર કરવા અંગેની માહિતી આપી હતી. આ પ્રંસગે બ્યુટી પાર્લર ક્લાસનું ઉદ્ધઘાટન કરાયું હતું. તેમજ દિશા પ્રોજેક્ટના ગરીબ વિદ્યાર્થીઓને ભણતર માટે ચેક આપવામાં આવ્યા હતા. આ પ્રંસગે સેક્રેટરી પ્રશાંત શુક્લા, ક્લબના આસીટન્ટ ગવર્નર ચિરાગ તાંબડીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઈન કમિંગ પ્રેસિડેન્ટ નિર્મલસિંહ યાદવે કર્યું હતું.

#Bharuch Samachar #Bharuch Police #Bharuch Collector #Bharuch News #Bharuch SP #District Governor #The Rotary Club of Bharuch
Here are a few more articles:
Read the Next Article