નાના પડદાનો લોકપ્રિય શો ખિચડી આજે પણ દર્શકોમાં ખુબ જ લોકપ્રિય છે. આ ટીવી સિરિયલ ખિચડીથી પ્રેરિત થઈ તેની એક ફિલ્મ પણ બની છે. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. 2010 માં રીલીઝ થયેલી ખિચડી ફિલ્મ આવે 13 વર્ષ પૂરા થઈ જતાં હવે ખિચડી 2 ધમાલ મચાવવા આવી રહી છે. હવે ફરી એક વાર ફુલ કોમેડીના એક ધાંસુ એડવેન્ચર માટે થઇ જાઓ તૈયાર, કારણ કે પારેખ પરિવાર ફરી આવી રહ્યો છે પોતાના પરિવાર સાથે દર્શકોને હસાવવા માટે.જી હા, આ દિવાળીમાં 17 નવેમ્બરના રોજ ફિલ્મ ખિચડી પંથુકિસ્તાન રિલીઝ થવાની છે.
” max-width=”100%” class=”video-element note-video-clip” height=”360″>
ફિલ્મ ખીચડી 2 આ દિવાળીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં જ ફિલ્મનું એક મજેદાર ટીઝર શેર કર્યું છે. આ ટીઝર હિમાંશુના જોક્સ અને પારેખ પરિવારના ગુપ્ત મિશનની એક ઝલક જોવા મળી છે જેના માટે તેઓ બધા પંથુકિસ્તાનની મુસાફરી કરી રહ્યા છે.
