રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીની બદલીની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ગત રોજ ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારને આઈપીએસની બદલીઓ બાબતે ટકોર કરી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે આઈપીએસ અધિકારીઓની બદલી માટેની પેનલ ચૂંટણી પંચને મોડી રાત્રે મોકલી અપાઈ હતી. ત્યારે આગામી 48 કલાકમાં આઈપીએસ અધિકારીઓની બદલીનાં આદેશ થઈ શકે છે.
રાજ્યના પોલીસ બેડામાં થશે ધરખમ ફેરફાર! ચૂંટણી પંચની ટકોર બાદ રાજ્ય સરકાર આવી હરકતમાં !
