તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ રવિવારે પશ્ચિમ બંગાળમાં 42 લોકસભા બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ બહેરામપુર સીટથી કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સામે ક્રિકેટર યુસુફ પઠાણને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ બસીરહાટથી અભિનેત્રી નુસરત જહાંની ટિકિટ કાપી છે.

કૂચ બિહારથી જગદીશ ચંદ્ર બસુ

બહેરામપુરથી યુસુફ પઠાણ

આસનસોલથી શત્રુઘ્ન સિંહા

દુર્ગાપુરથી કીર્તિ આઝાદ

અલીપુરદ્વારથી પ્રકાશ ચિક બરાઈક

જલપાઈગુડીથી નિર્મલ ચંદ્ર રોય

દાર્જિલિંગથી ગોપાલ લામા

રાયગંજથી કૃષ્ણા કલ્યાણી

બાલુરઘાટથી બિપ્લબ મિત્રા

બીરભૂમથી શતાબ્દી રાય

હુગલીથી રચના બેનર્જી

જાદવપુરથી સયોની ઘોષ.

ડાયમંડ હાર્બરથી અભિષેક બેનર્જી

માલદા ઉત્તરથી પ્રસૂન બેનર્જી

માલદા દક્ષિણથી શાહનવાઝ અલી રેહાન

જાંગીપુરથી ખલીલુર રહેમાન

કૃષ્ણનગરથી મહુઆ મોઇત્રા

રાણાઘાટથી મુકુટ મણિ અધિકારી

દમદમથી સૌગતા રાય

તૃણમૂલ કોંગ્રેસ રવિવારે (10 માર્ચ)થી લોકસભા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલીમાં સંબોધન કર્યું છે. આ રેલીને જન ગર્જન સભા નામ આપવામાં આવ્યું હતું.

રેલીને સંબોધન કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે આજે હું બંગાળની 42 લોકસભા સીટો માટે તૃણમૂલના 42 ઉમેદવારોને તમારી સામે લઈને આવીશ. મમતા વિપક્ષના I.N.D.I ગઠબંધનમાં સામેલ છે, પરંતુ રાજ્યની તમામ બેઠકો પર એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પાર્ટીના સાંસદ અભિષેક બેનર્જી પણ રેલીમાં હાજર રહ્યા હતા.