આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ,નોઈડા,કોલકાતામાં કોવિડ-19 પરીક્ષણ સુવિધાઓનું કરશે ઉદ્ધાટન

પીએમ મોદી 11 વાગ્યે "મન કી બાત" થી દેશને સંબોધન કરશે
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નોઈડા,મુંબઈ અને કોલકાતામાં ઉચ્ચ ક્ષમતાવાળી કોવિડ-19 પરીક્ષણ સુવિધાઓનું ઉદ્ધાટન કરશે.જેનાથી દેશમાં પરિક્ષણ કરવાની ક્ષમતાને વધારો મળશે. રોગની વહેલી તકે તપાસ થશે અને સારવાર ઝડપી બનશે.

વડાપ્રધાનના કાર્યાલય તરફથી જણાવવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાનારા આ કાર્યક્રમમાં સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન સિવાય ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ઉપસ્થિત રહેશે.

આ સુવિધાથી દેશમાં પરીક્ષણ કરવાની ક્ષમતા વધશે અને રોગની વહેલી તકે તપાસ થશે અને સારવાર ઝડપી બનશે. આ પ્રકારની સુવિધાથી કોરોના મહામારીના પ્રસારને રોકવા અને નિંયત્રિત કરવાની મદદ મળશે.

આ ત્રણ ઉચ્ચ ક્ષમતાની પરીક્ષણ સુવિધાઓને વ્યૂહાત્મક રીતે ICMR- રાષ્ટ્રીય કેન્સર નિવારણ અને સંશોધન સંસ્થા નોઈડા, ICMR- રાષ્ટ્રીય પ્રજનન સ્વાસ્થ્ય સંશોધન સંસ્થા, મુંબઇ, અને ICMR- રાષ્ટ્રીય કોલેરા અને આંતરડા રોગ સંસ્થા, કોલકાતામાં સ્થાપિત કરવામાં આવી છે. જે દરરોજ 10,000થી વધુ નમૂનાઓ ચકાસવા માટે સક્ષમ છે.

આ પ્રયોગશાળાઓ કોવિડ ઉપરાંત અન્ય રોગોની પણ ચકાસણી કરી શકશે અને મહામારી પૂર્ણ થયા બાદ હેપેટાઇટિસ બી અને સી, એચ.આય.વી, માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ, સાયટોમેગાલો વાયરસ, ક્લેમીડિયા, નિસેરિયા, ડેન્ગ્યુ વગેરેની રોગોની પણ તપાસ કરવામાં આવશે.

#Narendra Modi #Mumbai #COVID19 #Noida #Mumbai News
Here are a few more articles:
Read the Next Article