ભરૂચ જિલ્લાના સેગવા-વરેડીયા ચોકડી પર નેશનલ હાઇવે નંબર 48 પર ગાયોના ધણ ઉપર મહાકાય ટ્રેલર ફરી વળતા 6 ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાજ્યારે 8થી વધુ ગાયને ઇજા પહોચી હતી. 

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના સેગવા-વરેડીયા ચોકડી પર નેશનલ હાઇવે નંબર 48 પર ગત તા. 20 ફેબ્રુઆરી-2025ના રોજ સાંજના સમયે પશુપાલકો ગાય સહિતના પશુઓને ચરાવી સેગવા જઈ રહ્યા હતા. તે દરમ્યાન મહાકાય ટ્રેલરના ચાલકે સંચાલન પરનો કાબુ ગુમાવતા ગાયોના ધણને અડફેટે લીધું હતું. જેમાં ગંભીર ઇજાના કારણે 6 જેટલી ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાજ્યારે 8થી વધુ ગાયને ઇજા પહોચી હતી.

બનાવની ની જાણ થતા જ પશુપાલકો સ્થળ પર દોડી આવ્યા હતા. તો બીજી તરફબાજુ અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ગભરાઈને વાહન સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો. જે બાદમાં ટ્રેલર ચાલક પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. આ તરફપશુ પાલકોએ ટ્રક ચાલકને કડકમાં કડક સજા તેમજ વળતરની માંગ કરી હતીત્યારે અકસ્માત સંદર્ભે પાલેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.