ઉતરાખંડમાં 12 ગુજરાતીઓ ફસાયા, ગુજરાત સરકાર પાસે માંગી મદદ...

કૈલાસ માન સરોવરના દર્શને ગયેલા 12 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ફસાયા છે

New Update
ઉતરાખંડમાં 12 ગુજરાતીઓ ફસાયા, ગુજરાત સરકાર પાસે માંગી મદદ...

કૈલાસ માન સરોવરના દર્શને ગયેલા 12 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ફસાયા છે. ઉત્તરાખંડના પિથૌરાગઢ ગુંજીમાં ખરાબ હવામાનના કારણે ગુજરાતી ફસાયા છે. ખરાબ હવામાનને કારણે ગુંજીમાં 6 દિવસથી ફસાયેલા ગુજરાતીઓને જીવ તાળવે ચોંટી ગયા છે તેઓએ કપરી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર પાસે મદદ માંગી છે.

ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓએ સરકાર પાસે મદદ માંગી હતી, જે બાબતે ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધ્યો છે. ફસાયેલા નાગરિકોને સુવિધાઓ બાબતે પણ વહીવટી તંત્ર સાથે સરકારે ચર્ચા કરી છે. ખરાબ વાતાવરણના પગલે રસ્તો બંધ હોવાના કારણે વાહન વ્યવહાર પર અસર હોવાથી યાત્રાળુંઓ ફસાયાની માહિતી મળી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર તા. 11/10/2022 ના રોજ રાહત કમિશનર મારફત મળેલ સૂચના અનુસાર, ઉત્તરાખંડ ખાતે પિથોરગઢ જિલ્લામાં આવેલ કુમાઉ મંડલ વિકાસ નિગમ કેમ્પ, ગુંજી ખાતે આદિ કૈલાશ યાત્રા પર ગયેલા અંદાજિત 25થી 40 ગુજરાતી પ્રવાસીઓ કે, જે બાબતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી આ બાબતે પરિસ્થિતિ અંગે પિથોરગઢ જિલ્લાના ડિઝાસ્ટર સંબંધિત અધિકારી સાથે સંપર્ક કરવામાં આવતા તેઓ સંપૂર્ણ સુરક્ષિત છે, અને ભોજન, મેડિકલ તેમજ રહેવાની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ફક્ત ખરાબ હવામાન તેમજ રોડ બંધ હોવાના લીધે તેઓને નીચે ઉતરવાના વાહન વ્યવહાર હાલ પૂરતા બંધ છે. જે 1થી 2 દિવસમાં પુનઃ કાર્યરત થયે તમામને સત્વરે સલામત રીતે પરત લઈ આવી શકાશે તેમ જણાવ્યુ છે.

Latest Stories