Connect Gujarat
ટ્રાવેલ 

ફરવાનો પ્લાન બનાવતા પહેલા જાણી લેજો આ નિયમો નહીતર પડશે ધક્કો, કોરોના રિપોર્ટ છે ફરજીયાત

ફરવાનો પ્લાન બનાવતા પહેલા જાણી લેજો આ નિયમો નહીતર પડશે ધક્કો, કોરોના રિપોર્ટ છે ફરજીયાત
X

વિકેન્ડ પર નૈનીતાલમાં પ્રવાસીઓની વધતી જતી સંખ્યા અને ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે ટ્રાફિકનનો નવો પ્લાન જાહેર કર્યો છે. જાહેર કરાયેલા નવા પ્લાન અનુસાર, પ્રવાસીઓના વાહનો પર ૩ પ્રકારના સ્ટીકર લગાવવામાં આવશે. ટુ-વ્હીલર વાહનો હવે રૂસી બેંડ અને નારાયણનગરમાં રોકવામાં આવશે અને ત્યાંથી પ્રવાસીઓને શટલ વાહનોમાં જ નૈનીતાલ જઈ શકશે.

SP ક્રાઈમ અને પરિવહન અધિકારી દેવેન્દ્ર પીંછાએ જણાવ્યું છે કે, ઘણા પ્રવાસીઓએ નૈનીતાલની હોટલોમાં એડવાન્સ બૂકિંગ કરી ચુક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, શનિવાર અને રવિવારે પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોવા મળશે તેવી શક્યતા છે. તેના કારણે શુક્રવારથી ચોરગલિયા, કાલાઢૂંગી, હલ્દ્ધાની, લાલકુઆં, કાઠગોદામ અને રામનગર પોલીસને બેરિયર ચેકિંગ માટેની સૂચના આપવામાં આવી છે.

પ્રવાસીઓના વાહનો પર ૩ પ્રકારના સ્ટીકર લગાવવામાં આવશે. કાલાઢૂંગી ક્રોસરોડ્સથી માત્ર નૈનીતાલ તરફ જતા વાહનો આગળ જવા દેશે. ભાવલી તરફ જતા પ્રવાસીઓને નૈનીતાલ રોડ પર જવા દેવામાં આવશે નહી. કોર્ટ જતાં વકીલોને કારણ વગર રોકવામાં આવશે નહી. ત્યાંના સ્થાનિક લોકોને પણ કારણ વગર રોકવામાં આવશે નહી. નૈનીતાલમાં પાર્કિંગ કરવા માટેની 75 ટકા જગ્યા ફુલ થઇ ગયા બાદ વધુના વાહનોની પાર્કિંગ નીચે તરફ કરવામાં આવશે.

પરિવહન અને કાયદા વ્યવસ્થાને મજબુત કરવા માટે જીલ્લા પોલસ દ્વારા મલ્લીતાલ અને તલ્લીતાલ પોલીસ સ્ટેશનના 5 SP અને 40 કોન્સ્ટેબલની ગોઠવવામાં આવ્યા છે.

SSP પ્રીતિ પ્રિયદર્શિનીના આદેશ પર જીલ્લાની સીમા પરથી પ્રવેશ કરનાર 586 વહાનોની પોલીસકર્મચારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી. તેમાંથી કોવિડ-19 ટેસ્ટ RT-PCR, રેપીડ એંટીજન ટેસ્ટ ન કરાવાવાળા 266 પ્રવાસીઓના 82 વાહનોને સીમા પરથી પરત મોકલવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા નેગેટીવ રિપોર્ટ બતાવનાર 1550 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બુધવારે પણ પોલીસે નેગેટીવ રિપોર્ટ ન બતાવનાર 350 લોકોને સીમા પરથી પરત મોકલ્યા હતા.

Next Story