Connect Gujarat
ટ્રાવેલ 

શું તમે સ્નો ફોલનો આનંદ માણવા ઈચ્છો છો? તો આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો....

ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ લોકો પોતાનું ટ્રાવેલ લિસ્ટ બનાવવાનું શરૂ કરી દેતા હોય છે.

શું તમે સ્નો ફોલનો આનંદ માણવા ઈચ્છો છો? તો આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો....
X

ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ લોકો પોતાનું ટ્રાવેલ લિસ્ટ બનાવવાનું શરૂ કરી દેતા હોય છે. જો તમે પણ ડિસેમ્બર મહિનામાં સ્નો ફોલનો આનંદ માણવા ઈચ્છો છો તો આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો.

શિયાળાની ઋતુમાં લોકો એવી જગ્યાની શોધ કરતાં હોય છે જ્યાં સ્નો ફોલનો આનંદ માણી શકે, જો તમે તમારા પરિવાર સાથે જ સ્નો ફોલનો આનંદ માણવા ઇચ્છતા હોય તો આ અમે તમારા માટે એક મહત્વનુ સ્થળ લઈને આવ્યા છીએ.

ઔલી

ઉત્તરાખંડનું ઔલી ખૂબ જ સુંદર પર્યટક સ્થળ છે. આ સ્થળ પર તમે સ્કીઇંગથી લઈને વિન્ટર ગેમ્સ સુધીની સરેક વસ્તુઓની મજા માણી શકો છો. અહીં તમને એશિયાની સૌથી લાંબી કેબલ કાર અને સ્નો ફોલ સાથે સ્કીનિંગનો શ્રેષ્ઠ આનંદ મળશે. જો તમે તમારા હનીમૂન માટે પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ સ્થળ તમારા માટે એકદમ બેસ્ટ છે.

મનાલી

ભારતના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનમાં મનાલી પણ એક સુંદર સ્થળ છે. આ સ્થળ બધા જ લોકોનું ફેવરિટ સ્થળ છે. શિયાળામાં અહીં પહાડો પર બરફ છવાયેલી જોવા મળે છે.

ગુલમર્ગ

ગુલમર્ગમાં પણ ખૂબ જ બરફ છવાયેલો જોવા મળે છે. આ સાથે અહીં તમે સ્કીઇંગની મજા પણ માણી શકો છો. આ કાશ્મીરનું સૌથી વધુ પસંદીદા સ્થળ માનવામાં આવે છે. સ્નો ફોલના શોખીનો પોતાના લીસ્ટમાં આ સ્થળનું નામ જરૂરથી સામેલ કરી દો.

Next Story