Connect Gujarat
ટ્રાવેલ 

સુરતીઓ માટે નજીક જ છે સ્વર્ગ સમાન જ્ગ્યા, એમાય ચોમાસામાં તો લાગે આ જ્ગ્યા પર ચાર ચાંદ.....

ચોમાસાની શરૂઆત થતાં જ પ્રકૃતિ પ્રેમીઓ સાપુતારા, ડાંગ જેવા કુદરતના ખોળે વસેલા સુંદર સ્થળો ખાતે કુદરતની મજા માણવા માટે પહોચી જાય છે.

સુરતીઓ માટે નજીક જ છે સ્વર્ગ સમાન જ્ગ્યા, એમાય ચોમાસામાં તો લાગે આ જ્ગ્યા પર ચાર ચાંદ.....
X

ચોમાસાની શરૂઆત થતાં જ પ્રકૃતિ પ્રેમીઓ સાપુતારા, ડાંગ જેવા કુદરતના ખોળે વસેલા સુંદર સ્થળો ખાતે કુદરતની મજા માણવા માટે પહોચી જાય છે. વાંસદાથી 17 કિમી આંકડા ધોધ કરીને સ્થળ આવેલું છે. આ સ્થળ પર ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. હાલ ભારે વરસાદના કારણે વાંસદામાં આવેલો આંકડા ધોધ સોળે કળાએ ખીલી ઊઠે છે. અહીં વરસાદ બાદ ઘરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવો ભાસ થાય છે. સુરતીલાલાઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. ચોમાસાના કારણે આંકડા ધોધ ખાતે પાણીની આવક થઈ છે. લોકો દૂરથી આ ધોધ ખાતે નહાવા આવે છે. લોકો રજાના દિવસે પરિવાર સાથે અહીં સમય પસાર કરવાનું વધારે પસંદ કરે છે. પાણીની આવક થતાં ધોધમાં નહાવા માટે લોકોની લાંબી કતારો લાગી હતી. અહીની પગદંડીઓમા ચાલવાની મજા જ કઈક અલગ છે. અહીં આવનાર પ્રવાસીઓ ચાલવાનું વધુ પસંદ કરે છે. ગામ લોકો દ્વારા મળતી માહિતી મુજબ અહીં હનુમાનજીની મુર્તિ છે. તેમાં આંકડાના ફૂલો અર્પણ થાય છે. માટે જ ગામના પૂર્વજોએ આ ધોધને આંકડા ધોધનું નામ આપ્યું.

Next Story