ગુજરાતની જનતાને ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. પીએમ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને લીલીઝંડી આપશે. ત્યારે આજે ફરીવાર વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું. આપને જણાવી દઈએ કે, ગઈકાલે પણ અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કર્યું હતું. 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનનું અમદાવાદથી ટ્રાયલ કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે સવારે વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે.જે બાદ તેઓ આ ટ્રેનમાં લગભગ 30 કિલોમીટરની મુસાફરી કરી ગાંધીનગરથી કાલુપુર રેલવે સ્ટેશન આવશે.પીએમ મોદી કાલુપુર ખાતે બનાવાયેલા મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે અને અમદાવાદ મેટ્રોને લીલી ઝંડી બતાવી.પીએમ મોદીના પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.મહત્વનું છે કે આજે ફરી સેમી હાઈ સ્પીડ ટ્રેનનું ટ્રાયલ રન કરાયું હતું ત્યારે હવે નવરાત્રિમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડતી થઈ જશે. તમને જણાવી દઇએ કે, 1128 પેસેન્જરની ક્ષમતાવાળી ટ્રેનમાં મુંબઇ નું ભાડું 3500 રૂપિયા રહેશે.
ગુજરાતને મળશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ, ફરીએકવાર ટ્રાયલ રન કરાયુ.!
ગુજરાતની જનતાને ટૂંક સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. પીએમ મોદી આગામી 30 સપ્ટેમ્બરના રોજ આ ટ્રેનને લીલીઝંડી આપશે
New Update