/connect-gujarat/media/post_banners/9470b94def486e9a2948b22c491ea19076594dd41815b55669ae786435fd938a.webp)
જો તમે ફરવાના શોખીન છો અને નજીકમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે પહાડ પર ફરવા જવાનું પસંદ કરો કે બીચ પર. ગરમીમાં તો સમુદ્ર કિનારે જ જવાનું મન થાય. તો જો તમે સમુદ્ર કિનારે બેસવાનું વિચારી રહ્યા છો તો ગોવા સૌથી સુંદર ઓપ્શન છે. હવે તમે વિચારતા હશો કે ગોવામાં તો ભીડ રહે છે પરંતુ હવે નથી. તમે અહી કેટલાક બીચ પર શાંતિ નો અનુભવ પણ કરી શકો છો. તો જાણો કયા જશો.
મોરજિમ બીચ
ઉત્તર ગોવામાં આવેલો આ બીચ ખૂબ જ શાંત અને સુંદર છે. જે એક શાંતિભરી જ્ગ્યા છે. તે પોતાના જીવંત પક્ષી જીવો માટે જાણીતી જ્ગ્યા છે. આ સાથે મોરજિમ બીચ પક્ષીઓને જોવા માટે એક લોકપ્રિય સ્થાન સાબિત થશે.
કાકાલેમ બીચ
દક્ષિણ ગોવામાં એકાંતમાં કાકાલેમ બીચ, એક પ્રાચીન અને પ્રાકૃતિક વાતાવરણ આપે છે. વિશાળ પહાડોથી ઘેરાયેલું અને સફિંગ અને સ્વિમિંગ માટે શાનદાર જગ્યા છે.
અંગાડો બીચ
દક્ષિણ ગોવામાં અંગાડો બીચ એક શાંત અને સ્વ્ચ્છ સમુદ્રતટ છે. અહીં શાંતિ સાથે આરામ કરી શકાય છે. અહીં તમે સંસેટ પણ માણી શકો છો. ક્યાકિંગ અને પેડલબોટિંગ જેવા વોટર સ્પોર્ટ્સ માટે પણ આ જ્ગ્યા ખાસ છે.
અશ્વેમ બીચ
અશ્વેમ બીચ ઉત્તરી ગોવાનો ખાસ બીચ છે. તે શાંત અને એકાંત સમુદ્ર તટ છે. અહીનું વાતાવરણ શાંતિ આપનારું છે. આ બીચ પોતાના સુંદર સૂર્યાસ્ત માટે પણ જાણીતો છે. અહીં તમે ફોટોગ્રાફીની મજા પણ માણી શકો છો.
બટરફ્લાઈ બીચ
આ બીચ પણ એકદમ શાંત અને ઓછી ભીડ વાળો છે. અહીં હોળીની મદદથી પહોચી શકાય છે. આ બીચ એક નાનો અને આહ્લાદક અનુભૂતિ કરાવતો બીચ છે.
કોલા બીચ
દક્ષિણ ગોવામાં આવેલો આ બીચ શાંત અને સુંદર છે. અહીના તટ શાંત અને ઓછા શોરબકોર વાળા છે. અહીં આવીને આરામ કરવાની સાથે ગોવાની સુંદરતા આનંદ માણી શકાય છે.