/connect-gujarat/media/media_files/2025/08/03/tajmahal-2025-08-03-15-27-28.jpg)
આગ્રા ફરવા જનાર પ્રવાસીઓને એવું લાગે છે કે અહી માત્ર તાજ મહેલ એક જ એવું સ્થળ છે કે જે જોવા લાયક છે. પરંતુ એવું નથી તેઓ એ વાતથી અજાણ હોય છે કે અહી તાજ મહેલ સિવાય પણ ઘણી જોવા લાયક જગ્યાઓ છે. અહીની ગલીઓમાં એકથી એક અવનવી ખાવાની સ્વાદિષ્ટ વાનગીઓ મળે છે.
વિશ્વના 7 અજુબાઓમાંના એક એવા તાજ મહેલની સુંદરતા જોવા માટે રોજ અસંખ્ય લોકો આવતા હોય છે.
જ્યારે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય ત્યારે આ પ્રેમના પ્રતિક રૂપ સ્થળની સુંદરતા એટલી અદભૂત હોય છે કે તેનું વર્ણન ન થઈ શકે. મોટાભાગના પર્યટકો આગ્રામાં તાજ મહેલ ફરવા આવે છે અને અહીંના પ્રખ્યાત પેઠા ખરીદી પરત ફરી જતાં હોય છે.
જો તમે પણ આગ્રા ફરવા જવાના છો તો એ જાણી લો કે અહી તાજ મહેલ સિવાય પણ ફરવા લાયક બીજા ઘણા સ્થળો છે. અહીંયા પેઠા સિવાય પણ બીજું ઘણું જ સ્વાદિષ્ટ ખાવા લાયક મળે છે. હવે આગ્રા ફરવા જાવ તો આ રીતે બનવજો લિસ્ટ
1 આગ્રા કિલ્લો : આગ્રાથી 2.5 કિલોમીટરના અંતર પર આ કિલ્લો આવેલો છે. આ કિલ્લાને લાલ કિલ્લો પણ કહે છે. આ કિલ્લાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈડમાં સ્થાન આપવામાં આવ્યું છે. અહી ઘણી ઐતિહાસિક અદભૂત બનાવટો તમને જોવા મળશે.
2 મહેતાબ બાગ : આગ્રામાં પ્રવાસ જો તમે શાંતિનો અનુભવ કરવા માંગતા હોય તો તાજમહેલ પાસે યમુના નદીના કિનારે મહેતાબ બાગ જરૂર જવું જોઈએ ત્યાં તમને એકદમ શાંતિનો અનુભવ મળશે.
3 સિકંદરા : આગ્રા ફરવા જઈએ તો સિકંદરા ખાસ જવું, તાજ મહેલથી 10 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે. અહી મુઘલ સમ્રાટ અકબરનો મકબરો આવેલો છે. જ્યાં અકબર સાથે જોડાયેલી ઘણી ઐતિહાસિક બાબતો જાણવા મળશે.
4 ઇત્માદ ઉલ દૌલાનો મકબરો : જો તમે ઐતિહાસિક બાબતો જાણવામાં રસ ધરાવો છો તો તાજમહેલથી 6 કિલોમીટરના અંતરે આવેલ આ સ્થળની મુલાકાત લેવા તમારે જરૂર જવું જોઈએ. આ મકબરો સંગમરમરના નકશી કામ અને પોતાની બીજી આગવી વિશેષતા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.
5 ફતેહપુર સિકરી : તાજ મહેલથી 35 કિલોમીટરના અંતરે આ ઐતિહાસિક સ્થળ આવેલું છે. જેનું બાંધકામ મુઘલ સમ્રાટ અકબરે કરાવ્યું હતું. આ સ્થળ પોતાની ઐતિહાસિક્તા અને વાસ્તુકલા માટે પ્રખ્યાત છે.
આગ્રા ફરવા માટે જાઓ તો એક વખત જરૂર આ સ્વાદિષ્ટ વાનગીઓ ચાખવાનું ભુલશો નહિ
આગ્રા ફરવા જાઓ તો પેઠા સિવાય ત્યાંની જલેબી, તંજૂરી વ્યંજન, ચાટ પકોડી વગેરેનો સ્વાદ પણ ચાખવો જોઈએ.
આગ્રાની આસપાસ જોવા અને ફરવા લાયક સ્થળો
મથુરા - વૃંદાવન આગ્રાથી 70 કિલોમીટર
ભરતપુર પક્ષી અભ્યારણ્ય - આગ્રાથી 55 કિલોમીટર
ચંબલ સફારી - આગ્રાથી 87 કિલોમીટર
કિથમ જિલ - સૂર સરોવર પક્ષી અભ્યારણ્ય
Agra | Tajmahal | Travel Destinations | Travel Tips