Connect Gujarat
ટ્રાવેલ 

મનાલીની ભીડથી દૂર, કઇંક અલગ અને વિશેષ અનુભવ કરવા માંગો છો, તો લો આ સ્થળની મુલાકાત

સમગ્ર હિમાચલ પ્રદેશ ખૂબ જ સુંદર અને મનોહર દૃશ્યોથી ભરેલું છે. અહીં એવી ઘણી જગ્યાઓ છે,

મનાલીની ભીડથી દૂર, કઇંક અલગ અને વિશેષ અનુભવ કરવા માંગો છો, તો લો આ સ્થળની મુલાકાત
X

સમગ્ર હિમાચલ પ્રદેશ ખૂબ જ સુંદર અને મનોહર દૃશ્યોથી ભરેલું છે. અહીં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં ઉનાળા અને શિયાળાની દરેક સિઝનમાં પ્રવાસીઓની ભારે ભીડ હોય છે. મનાલી પણ આમાંથી એક છે, જ્યાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે. પરંતુ તેના કારણે શહેરમાં પણ ઘણી ભીડ જામે છે, જેના કારણે શાંતિની શોધમાં આવેલા લોકોને એટલી શાંતિ મળતી નથી. પરંતુ મનાલી નજીક કેટલાક એવા સ્થળો છે કે જ્યાં તમને સુંદર ખીણો અને તાજી હવા સાથે શાંતિ મળશે.

હિમાલયમાં વસેલું એક સુંદર સ્થળ યુગોથી પ્રવાસીઓને આકર્ષે છે. પરંતુ તેની આસપાસ પણ આવા ઘણા સ્થળો છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આ સ્થળો વિષે કે જ્યાં તમારે તમારે આ જગ્યાઓ પર ભીડનો અનુભવ કરવો પડશે નહીં. તો ચાલો જાણીએ આવા કેટલાક છુપાયેલા સ્થળો વિશે, જ્યાં તમારે તમારા મનાલી પ્રવાસ દરમિયાન મુલાકાત લેવી જોઇએ.

કોકસર ગામ :-


હિમાચલ પ્રદેશનું આ ગામ લેહ-મનાલી હાઈવે પર આવેલું છે. કોકસર લાહૌલ-સ્પીતિ જિલ્લાના સૌથી ઠંડા ગામોમાંનું એક છે અને શિયાળા દરમિયાન બરફથી ઢંકાયેલું છે. આ ગામનો સુંદર નજારો જોઈને અહીં સ્થાનિક ફૂડનો આનંદ લઈ શકાય છે.

સજલા ધોધ :-


મનાલીથી લગભગ 10 કિમીના અંતરે આવેલ સજલા ધોધ બિયાસ નદીના ડાબા કાંઠે આવેલો છે. અહીંથી તમે સજલા ગામનો ભવ્ય નજારો પણ જોઈ શકો છો. દેવદરના વૃક્ષો, સફરજનના બગીચાઓ અને જાજરમાન બરફથી આચ્છાદિત પર્વત શિખરોથી ઘેરાયેલું આ ગામ તેના મુલાકાતીઓના હૃદયમાં વસે છે.

નોઇ વોટરફોલ :-


મનાલીથી 10 કિમી દૂર સ્થિત આ ધોધ કુદરતનો આકર્ષક નજારો આપે છે. ગુફા જેવા આધાર સાથેના આ ધોધને જોઈને પ્રવાસ પ્રેમીઓ ચોક્કસપણે આનંદ અનુભવશે.

જોગિની વોટરફોલ :-


જોગિની વોટરફોલ પ્રવાસ પ્રેમીઓ માટે અન્ય એક મહાન અને સાહસિક સ્થળ છે, જે સાહસ પ્રેમીઓ માટે યોગ્ય હોઈ શકે છે કારણ કે અહીં તમે ટ્રેકિંગ અને કેમ્પિંગ કરી શકશો. તમે મનાલીથી બાઇક ભાડે લઈ શકો છો અને વચ્ચેની આકર્ષક મુસાફરીનો આનંદ લેતા જોગિની વોટરફોલ્સ સુધી ડ્રાઇવ કરી શકો છો.

Next Story