ઉનાળામાં પરફેક્ટ વેકેશન ગાળવા ઈચ્છો છો, તો મનાલીના હિડન સ્થળોની મુલાકાત લો.

જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને પર્વતોમાં થોડો સમય વિતાવવા માંગો છો. તો ફરવા જવા માટે મનાલી તમારા માટે બેસ્ટ છે.

New Update
ઉનાળામાં પરફેક્ટ વેકેશન ગાળવા ઈચ્છો છો, તો મનાલીના હિડન સ્થળોની મુલાકાત લો.

સતત વધી રહેલી ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આવી ગરમીથી બચવા લોકો વેકેશનમાં ક્યાક ઠંડી જગ્યાએ ફરવા જવાના પ્લાનિંગ બનાવતા હોય છે. કે જ્યાં તડકો ના હોય અને ભીડ પણ ઓછી હોય એવા પ્લેસમાં શાંતિની અનુભૂતિ કરી શકો છો. તો અમે તમને મનાલીની આસપાસની એવિ જગ્યાઓ બતાવીશું જેના વિષે બહુ ઓછા લોકો જાણતા હશો. આ હિડન સ્થળોમાં તમારું આખું વેકેશન શાંતિથી નીકળી જશે.

મલાના:-

મનાલીથી થોડેક દૂર આ સુંદર ગામ પાર્વતિ ખીણમાં આવેલું છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને પર્વતોમાં થોડો સમય વિતાવવા માંગો છો. તો જ્ગ્યા તમારા માટે બેસ્ટ છે. અહીં પ્રાકૃતિક સૌંદર્ય જોવા ઉપરાંત ટ્રેકિંગનો આનંદ પણ માણી શકો છો. અહી તમને પૃથ્વી પર સ્વર્ગ નો અનુભવ થશે.


હમતા:-

હમતા સુંદર શહેર મનાલીથી 12 કિમી દૂર આવેલું એક નાનકડું ગામ છે. જેને ગૂગલ મેપમાં શોધવું મુશ્કેલ છે. આ ખૂબ જ સુંદર જગ્યામાં હાજર ખીણ પર બનેલા લાકડાના મકાનો તમારું દિલ જીતી લેશે. ઉપરાંત અહી ની હરિયાળી તમારા મનને શાંતિનો અનુભવ કરાવશે. આ સ્થળને હમતા પાસ ટ્રેક તરીકે પણ ઓળખવામાં આવે છે.


ખીરગંગા:-

પાર્વતી ખીણમાં સ્થિત ખીરગંગા તેના ગરમ પાણીના ઝરણા માટે જાણીતી છે. મનાલીથી માત્ર 95 કિમી દૂર આવેલ આ સ્થળ પર જવા માટે તમારે 11 કિમી પગપાળા ચાલીને જવું પડે છે. જો કે લાંબી મુસાફરી બાદ અહી પહોચ્યા બાદ સુંદર પર્વતો અને ખીણો તમારો બધો થાક ઉતારી દેશે. 


અર્જુન ગુફા:-

મનાલીથી 5 કિમી દૂર આવેલી અર્જુન ગુફા પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય પર્યટન સ્થળ છે. વ્યાસ નદી પાસે આવેલી આ ગુફાનું નામ મહાભારતના પાત્ર અર્જુન સાથે જોડાયેલુ છે. ખાસ વાત એ છે કે આ મનાલીથી એક દમ નજીક હોવાથી અહી સરળતાથી પહોંચી જવાય છે.


સજલા:-

મનાલીથી કુલ 28 કિમી દૂર આવેલ આ જ્ગ્યા ખૂબ જ સુંદર છે. લોકો અહીં વિષ્ણુ મંદિર અને ધોધ જોવા આવે છે. સુંદર નજારાઓથી ભરપૂર આ જગ્યા એ તમે ટ્રેકિંગ નો લાભ પણ માણી શકો છો. અહીં પહોચતી વખતે તમને રસ્તામાં ગાંઢ જંગલો જોવા મળશે.  



Latest Stories