Connect Gujarat
ટ્રાવેલ 

તમે દિવાળીની પાર્ટીમાં આકર્ષક દેખાવા માંગતા હોવ તો સ્ટાઈલ કરો આ આઉટફિટ્સ, લોકો કરશે તમારા વખાણ...

જો દિવાળી દરમિયાન તમારી ઓફિકમાં કોઈ પાર્ટી થવાની હોય જેમાં તમારે સારા પોષક પહેરવાના હોય અને કઈક અલગ દેખાવા માંગતા હોય

તમે દિવાળીની પાર્ટીમાં આકર્ષક દેખાવા માંગતા હોવ તો સ્ટાઈલ કરો આ આઉટફિટ્સ, લોકો કરશે તમારા વખાણ...
X

જો દિવાળી દરમિયાન તમારી ઓફિકમાં કોઈ પાર્ટી થવાની હોય જેમાં તમારે સારા પોષક પહેરવાના હોય અને કઈક અલગ દેખાવા માંગતા હોય તો સારા પોષાકની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બને છે. દિવાળી પર પૂજા પણ હોય છે જેથી વેસ્ટર્ન પોષક પહેરવાનું પસંદ ના કરવું જોઈએ. તેના બદલે તમે ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટસ સ્ટાઈલ કરી શકો છો. સાડી, લહેંઘા અને સુટ સામાન્ય છે. જેમાં તમને મોટાભાગની ઓફિસની મહિલા સહકર્મી જોવા મળશે. પરંતુ આકર્ષણનું કેન્દ્ર બનવા માટે તમારે અલગ વિચારવું પડશે.

શરારા

દિવાળી પર ઓફિસ પાર્ટીમાં પહેરવા માટે શરારા ખૂબ જ સારો વિકલ્પ છે. તે પરંપરાગત અને સ્ટાઇલિશ બંને છે. તમે તેને ટૂંકી કે લાંબી કોઈપણ પ્રકારની કુર્તી સાથે પહેરી શકો છો. દિવાળી હોવાથી, કેટલાક તેજસ્વી રંગોનો સ્ટાઇલ કરો.

અનારકલી

અનારકલી લાંબા સમયથી ફેશનમાં છે અને તે ચોક્કસપણે તહેવારો અને પ્રસંગોમાં પરંપરાગત વસ્ત્રોની યાદીમાં સામેલ છે. જે લગભગ દરેકને સૂટ કરે છે. દિવાળી પર તમે ઓફિસ પાર્ટી માટે અનારકલીનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. આમાં તમે કોઈપણ રંગ પસંદ કરી શકો છો.

સ્કર્ટ સાથે ફુલ સ્લીવ કુર્તી

દિવાળી પ્રતિમામાં દરેકનું અટેંશન જોઈએ છે, તો કંઈક ઈન્ડો-વેસ્ટર્ન પહેરવું એક સારો વિચાર છે. ફ્લોર લેન્થ સ્કર્ટ સાથે ફુલ સ્લીવ કુર્તી પહેરી શકાય છે. તે ખૂબ જ આરામદાયક અને સ્ટાઇલિશ વિકલ્પ છે.

સ્કર્ટ-બ્લાઉઝ

દિવાળી પર જ્યારે તમે સ્ટાઇલિશ બ્લાઉઝ સાથે ભારે સ્કર્ટને પર કરશો ત્યારે દરેકની નજર તમારા પર હશે. જો તમારી પાસે ફુલ સ્લીવનું બ્લાઉઝ છે તો તમારા હાથમાં બીજી કોઈ એક્સેસરીઝની જરૂર નથી. તમે આ આઉટફિટ સાથે માત્ર નેકલેસ પહેરીને સુંદર લુક મેળવી શકો છો.

Next Story