Connect Gujarat
ટ્રાવેલ 

વેકેશનમાં ફરવા જતાં હોય તો તમાંરી ટ્રાવેલ કીટમાં ઉમેરો આ 15 વસ્તુઓ, સફર રહેશે સરળ

જો તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા છો અને જો તમે તમારા ફેમિલી કે ફ્રેન્ડસ સાથે ફરવા જાવ છો

વેકેશનમાં ફરવા જતાં હોય તો તમાંરી ટ્રાવેલ કીટમાં ઉમેરો આ 15 વસ્તુઓ, સફર રહેશે સરળ
X

જો તમે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા છો અને જો તમે તમારા ફેમિલી કે ફ્રેન્ડસ સાથે ફરવા જાવ છો તો તમારે તમારી ટ્રાવેલ કીટ એક વાર તપાસવી જરૂરી છે. અને જો ટ્રાવેલ કીટ હજુ સુધી બનાવી જ નથી તો આજે જ બનાવી લો. આજે અમે તમને જણાવીશું કે ટ્રાવેલ કિટમાં તમારે એવી કઈ કઈ વસ્તુઓ છે જે સાથે રાખવી હિતાવહ છે. આ બધી વસ્તુઓ તમારી મુસાફરીને સરળ બનાવશે.

ટ્રાવેલ કિટમાં શું હોવું જોઈએ.

1. ફોન ચાર્જર અથવા તો પોર્ટેબલ ફોન ચાર્જર

2. ઠંડા પાણીની બોટલ

3. SPF 50 સાથે સનસ્ક્રીન

4. આધાર કાર્ડ

5. પેઇન કીલર, ORS, એલર્જીની દવા, એસિડિટીની દવા, લુઝ મોસનની મેડિસિન, તાવની દવા અને ફર્સ્ટએઇડ કીટ

6. મોસ્કિટો રિપેલેન્ટ અથવા લોશન

7. તમારી ટ્રાવેલ કિટમાં ફટકડી જરૂરથી રાખો, તેને ઇજા પર લગાવવાથી તરત આરામ મળે છે અને લોહી નિક્લ્વાનું પણ બંધ થઈ જાય છે.

8. ડોક્ટરની સલાહ લીધા પછી તમારી મુસાફરી કિટમાં વાયરલ અને બેક્ટેરિયલ ચેપ માટેની દવાઓનો સમાવેશ કરો.

9. બીપીના દર્દીઓએ તેમની સાથે બીપી ચેકિંગ મશીન રાખવું જોઈએ.

10. સુગરના દર્દીઓએ તેમની સાથે સુગર ચેકિંગ મશીન રાખવું જોઈએ.

11. એક ડાયરી રાખવી જોઈએ જેમાં નજીકના સંબધીના નંબર રાખવા જોઈએ. જો તમારો ફોન ખોવાય જાય ટો આ નંબર તમારા માટે ઉપયોગી થશે.

12. જો તમે વિદેશ પ્રવાસ કરવા જઇ રહ્યા છો. તો એરપોર્ટ પરથી તેની કરન્સી લઈ જાવ.

13. જો તમે વિદેશ ફરવા જઇ રહ્યા છો તો પાસપોર્ટ તમારી કિટની અંદર રાખવાનું ભુલશો નહીં.

14. ટ્રાવેલ કિટમાં થોડી ચોકલેટ અને હાજમોલા પણ રાખો.

15. તમારી ટ્રાવેલ કિટમાં નેઇલ કટર અને નાની છરી જરૂરથી રાખો. માર્ગમાં કોઈ પણ ફળ સમારવા માટે કામ આવશે.

Next Story