Connect Gujarat
ટ્રાવેલ 

વિશ્વના સૌથી મજબૂત પાસપોર્ટવાળા દેશોની યાદીમાં ભારત ૬૯ નંબરે તો પાકિસ્તાન ૯૪માં નંબરે

તમે જે દેશમાં રહો છો તે દેશનો પાસપોર્ટ જો મજબૂત હશે તો તમારા માટે દુનિયા ફરવી કે કોઇ પણ જગ્યાએ જવું સરળ બની શકે છે.

વિશ્વના સૌથી મજબૂત પાસપોર્ટવાળા દેશોની યાદીમાં ભારત ૬૯ નંબરે તો પાકિસ્તાન ૯૪માં નંબરે
X

તમે જે દેશમાં રહો છો તે દેશનો પાસપોર્ટ જો મજબૂત હશે તો તમારા માટે દુનિયા ફરવી કે કોઇ પણ જગ્યાએ જવું સરળ બની શકે છે. તાજેતરમાં નંબર વનના ક્રમાંકે UAE છે કે જેની પાસે દુનિયાનો સૌથી મજબૂત પાસપોર્ટ છે. દુનિયાના સૌથી મજબૂત પાસપોર્ટ વાળા દેશોની યાદીમાં ભારત 69માં નંબરે છે જ્યારે પાકિસ્તાન 94માં નંબરે અને બાંગ્લાદેશ 92માં સ્થાને છે

પાસપોર્ટ એ વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવા માટે આવશ્યક દસ્તાવેજ છે. કોઈપણ પ્રવાસી જે તેમના વતન અને વિદેશી દેશ વચ્ચેની સરહદ પાર કરે છે તેને પાસપોર્ટ ની જરૂર છે કારણ કે તે વિદેશમાં તેમની ઓળખ તરીકે કામ કરે છે અને તે વ્યક્તિ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ નથી. દર વર્ષે ટોચના પાસપોર્ટ જારી કરનારા દેશોની યાદી જાહેર કરવામાં આવે છે. તેવી જ રીતે, 2022 ના પાસપોર્ટ નું રેટિંગ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે 126 દેશોમાં જતા પહેલા વિઝાની જરૂર પડે છે . આર્ટન કેપિટલના ઈન્ડેક્સ મુજબ ક્યા દેશના નાગરિકોને કેટલા દેશમાં વિઝા મુક્ત પ્રવેશ અને કેટલા દેશોમાં વીઝા ઓન અરાઈવલ પ્રવેશ મળી શકે છે. આર્ટન કેપિટલ તરફથી વર્ષ 2022માં સૌથી મજબૂત પાસપોર્ટની યાદી જાહેર કરાઈ છે, જેમાં ભારત 69માં ક્રમે છે. ભારતીય નાગરિકો 24 દેશોમાં વિઝા મુક્ત પ્રવેશ કરી શકે છે. જ્યારે 48 દેશોમાં વિઝા ઓન અરાઈવલ ની સુવિધા મળે છે. ભારતના નાગરિકોને 126 દેશમાં જવા માટે વિઝા લેવાની જરૂર પડે છે. આ યાદીમાં પાકિસ્તાન 94માં સ્થાને છે. પાકિસ્તાની નાગરિકોને માત્ર 10 દેશમાં વિઝા મુક્ત પ્રવેશ મળે છે. જ્યારે 154 દેશોમાં પ્રવેશ માટે તેને વિઝાની જરૂર પડે છે

Next Story