Connect Gujarat
ટ્રાવેલ 

પ્રેગ્નેન્સી દરમિયાન ટ્રાવેલિંગ કરતી વખતે રાખો આ ખાસ બાબતોનું ધ્યાન, નહીં તો પડી શકે છે તકલીફ....

સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ પોતાની સાથે-સાથે બાળકની પણ કાળજી લેવી પડે છે અને પોતના હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે છે.

પ્રેગ્નેન્સી દરમિયાન ટ્રાવેલિંગ કરતી વખતે રાખો આ ખાસ બાબતોનું ધ્યાન, નહીં તો પડી શકે છે તકલીફ....
X

સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ પોતાની સાથે-સાથે બાળકની પણ કાળજી લેવી પડે છે અને પોતના હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે છે. મહિલાઓ માટે આ ખુશીઓ અને પડકારોથી ભરેલો સમય છે. ઘણી વખત ના છુટકે કેટલીક સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન પણ મુસાફરી કરે છે. તો ચાલો આજે જાણીએ કે ગર્ભાવસ્થા દરમિયાન મુસાફરી સલામત છે કે નહીં.

જો મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન મુસાફરી કરવા જઈ રહી છે તેમજ કોઈ મેટરને લઈને ટ્રાવેલ કરવું પડે એવી પરિસ્થિતિ છે તો તેણે તેના વિશે ચોક્કસપણે પોતાના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કઈ કંડિશનમાં ટ્રાવેલ કરી શકે તે ડોક્ટર જણાવશે. જો કે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે ગર્ભાવસ્થા દરમિયાન મુસાફરી કરવી કેટલી યોગ્ય છે. આ સાથે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

ક્યારે મુસાફરી કરવી જોઈએ?

ગર્ભાવસ્થાના 3 થી 6 મહિના દરમિયાન મુસાફરી કરી શકાય છે પરંતુ ડોક્ટરની સલાહ લઈને. આ ટ્રાવેલ કરવાની સારી રીત છે. પરંતુ તેની સાથે ડોક્ટર્સનું એમ પણ કહેવું છે કે, જો કોઈ મહિલા પ્રેગ્નન્સી દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી હોય અથવા તો વધારે બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો તેને ક્યાંક મુસાફરી કરવાની મનાઈ થઈ શકે છે. આવી સ્થિતિમાં મહિલાએ તરત જ ફેમિલિ ડૉક્ટરને બતાવવું જોઈએ.

ત્રીજા ત્રિમાસિક સલામત છે

માથાનો દુખાવો, ઉલટી અને સવારની સિકનેસ જેવી સવારે ઉઠ્યા પછી ઊભી થતી સમસ્યાઓ ત્રીજા ત્રિમાસિકમાં ઓછી અનુભવાય છે. તેનાથી તમારો મૂડ પણ સુધરે છે અને સારૂ ફિલ થાય છે. શરીરમાં સુસ્તી લાગતી નથી.

આ કામ પહેલા કરો

ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ પ્રકારની મુસાફરીનું આયોજન કરતી વખતે તમારા ફેમિલિ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને તમામ જરૂરી ચેકઅપ કરાવવા જોઈએ. આ સાથે મુસાફરી કરતી વખતે લેવામાં આવતી સાવચેતીઓ અને સાવધાની વિશે જાણવું જોઈએ. બની શકે તો ડોક્ટર પાસેથી તેનું લિસ્ટ પણ લઈ લેવું જોઈએ જેથી કરીને વડિલો પણ તમારી કાળજી લઈ શકે. તમારી સાથે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી ડિલિવરી તારીખ અને ગર્ભાવસ્થાના રિપોર્ટની એક નકલ રાખવી. રસીકરણ અને દવાના કોર્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવી જોઈએ.

Next Story