/connect-gujarat/media/post_banners/6ff23037154b6516a363a8dc52e4c0f79a7460402fbb2d2ec7d19d8ff20af5c4.webp)
કચ્છએ સૌંદર્યથી ભરપૂર સ્થળ છે. અહીનું સફેદ રણ, ઐતિહાસિક મહેલો, ધાર્મિક સ્થળો, સુંદર મહેલો, દરિયાકિનારો, અભ્યારણો સહિત અનેક ફરવાલયક સ્થળો આવેલા છે. અહીં તમને ફરવાની ખૂબ જ મજા આવશે. કચ્છમાં આમ તો ફરવા લાયક ઘણી બધી જગ્યાઓ છે પણ જેના વિષે લોકો ખૂબ જ ઓછી માહિતી ધરાવે છે એવા જ સુંદર સ્થળની વાત કરી રહ્યા છીએ. જેનું નામ છે ખડીર બેટ.....
કચ્છના અફાટ રણની વચ્ચે ખડીર નામનો એક ટાપુ આવેલો છે. ખડીર વિસ્તાર સુંદર રંગો અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવે છે. અહીં પહોચીને તમે પણ મંત્ર મુગ્ધ બની જશો. જો તમે કચ્છમાં જઈને ખડીર બેટ નહીં જોયો તો તમે કચ્છમાં કઈજ જોયું નથી.
વિદેશમાં જોવા મળતા સ્ટોન ટ્રી તમને ખડીર બેટમાં જોવા મળશે. ખડીર બેટના રાખલ વિસ્તારમાં આવા અનેક સ્ટોન ટ્રી આવેલા છે. આ સમગ્ર વિસ્તાર 35 કિમીમાં ફેલાયેલો છે. આ વિસ્તારમાં ઇતિહાસના ઘણા અવશેષો પણ સંગ્રહિત છે. અફાટ રણમાં માત્ર ખડીર બેટ જ એવી જ્ગ્યા છે કે જે ચોમાસામાં બેટમાં ફેરવાય છે. વરસાદ પછી જ્યારે ચોમાસામાં પાણી આવે ત્યારે નયનરમય દર્શ્યો સર્જાય છે.
જ્યારે આ પાણી સુકાઈ જાય છે તો ઘણી વાર મીઠાના તળાવો પણ બની જતાં હોય છે. આ જ્ગ્યા વિષે ખૂબ જ ઓછા લોકો જાણે છે. પરંતુ જે લોકો ફોટોગ્રાફી અને એડવેન્ચરના શોખીનો છે તે લોકો આ જ્ગ્યા જોયા પછી ભલભલા હિલ સ્ટેશનને ભૂલી જશે.