Connect Gujarat
ટ્રાવેલ 

શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોની મુસાફરી માટે બનાવો પ્લાન, કહેવાય છે મંદિરોનું શહેર....

આપણા ભારત દેશમાં અનેક પ્રકારના પ્રાચીન મંદિરો આવેલા છે. આ મંદિરો માત્ર આસ્થાનું કેન્દ્ર નહીં પરંતુ વાસ્તુ કલાનું ભવ્ય ઉદાહરણ છે.

શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોની મુસાફરી માટે બનાવો પ્લાન, કહેવાય છે મંદિરોનું શહેર....
X

કેટલાક લોકોને પહાડો અને બર્ફીલા મેદાનો પસંદ હોય છે. તો કેટલાકને લીલા જંગલો અને નદીઓ ગમે છે. તો કેટલાક એવા અન લોકો હોય છે જેને ધાર્મિક સ્થળો અને મંદિરો પસંદ હોય છે. ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી એ પણ એક અલગ પ્રકારનો લહાવો છે. અહીની સકારાત્મકતા મનને શાંત કરે છે. આપણા ભારત દેશમાં અનેક પ્રકારના પ્રાચીન મંદિરો આવેલા છે. આ મંદિરો માત્ર આસ્થાનું કેન્દ્ર નહીં પરંતુ વાસ્તુ કલાનું ભવ્ય ઉદાહરણ છે. તો જાણો ક્યાં ધાર્મિક સ્થળો ફરવા માટે શ્રેષ્ઠ રહશે.

આપણા દેશમાં કેટલીક એવી જ્ગ્યા છે જ્યાં દરેક ગલીમાં મંદિરો આવેલા છે. આમાનું એક છે આંધ્રપ્રદેશ. જેને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે. ત્યાં ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે. જો તમે પણ અહીના મંદિરની સુંદર ડીઝાઇન જોવા માંગો છો તો આંધ્ર પ્રદેશના મંદિરોની મુલાકાત અવશ્ય લેજો.

વેંકટેશ્વર મંદિર:-

· અહી લાખોની સંખ્યામાં લોકો તેમની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે. તિરુપતિ બાલાજી અહીં રહે છે. વેંકટેશ્વર મંદિર આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લામાં આવેલું છે.

રંગનાથ મંદિર:-

· આધ્યાત્મિક દ્ર્ષ્ટિની સાથે સાથે કલા પ્રેમીઓએ રંગનાથ મંદિરની મુલાકાત લેવી જોઈએ. અહીના સૌથી પ્રાચીન મંદિરોમાનું એક એવા રંગનાથ મંદિરની સુંદરતા જોઈને કોઈ પણ વ્યકતી જોતી જ રહી જાય છે. આ મંદિર ઉત્તમ કળાનું અદ્ભુત ઉદાહરણ છે.

કનક દુર્ગા મંદિર:-

· જો તમે આંધ્રપ્રદેશ જાવ અને આ મંદિરના દર્શન ના કરો તો તમારી ટ્રીપ અધૂરી છે. તમે વિજયવાળામાં આવેલા કનક દુર્ગા મંદિરના દર્શન કરી શકો છો. જ્યાં જવું તમારા માટે સોનેરી ક્ષણો સમાન છે. લોકોનું માનવું છે કે આ મંદિર પાંડુના પુત્ર અર્જુને બનાવ્યું હતું.

તિરુપતિ મંદિર:-

· તમે કદાચ આ મંદિરનુ નામ સાંભડયું નહીં હોય. આંધ્રપ્રદેશમાં તિરુમાળા પર્વત પર આવેલું તિરુપતિ મંદિર તેની ભવ્યતા, ચમત્કારો અને રહસ્યો સાથે જાણીતું છે. આ મંદિર માત્ર દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે સનાતન ધર્મમાં માનનારાઓ માટે આ મંદિર સૌથી વિશેષ અને પવિત્ર સ્થળોમાનું એક છે.

Next Story