Connect Gujarat
ટ્રાવેલ 

હવે પાર્લરમાં જવાની જરૂર નથી, 15 મિનિટમાં ચહેરા પર આવશે ફેશિયલ જેવો નિખાર!

અમે તમને અહીં એકદમ સરળ ઘરેલુ નુસ્ખો જણાવવા જઇ રહ્યાં છીએ. જેનાથી તમારા ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવશે.

હવે પાર્લરમાં જવાની જરૂર નથી, 15 મિનિટમાં ચહેરા પર આવશે ફેશિયલ જેવો નિખાર!
X

અમે તમને અહીં એકદમ સરળ ઘરેલુ નુસ્ખો જણાવવા જઇ રહ્યાં છીએ. જેનાથી તમારા ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવશે.સાથે જ ચહેરા પર રહેલા ડાઘ પણ થોડી જ વારમાં હળવા પડી જશે.

જો તમે અચાનક પાર્ટીમાં જવાનો પ્લાન રહ્યા છો અને તમારી પાસે પાર્લર જવાનો સમય નથી, તો તમારે ખૂબ જ સરળ ઘરેલું નુસ્ખો અપનાવવો જોઈએ. આનાથી તમારા ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો આવશે, સાથે જ ચહેરા પરના ડાઘ પણ થોડા સમયમાં જ હળવા થઈ જશે. અહીં અમે તમને ચંદન પાવડર, હળદર અને ગુલાબજળથી તૈયાર કરવામાં આવેલા ફેસ માસ્ક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા ચહેરા પર પરફેક્ટ ફેશિયલ ગ્લો લાવશે. તો ચાલો જાણીએ આ ખાસ ફેસ માસ્ક વિશે.

કેવી રીતે બનાવશો ફેસ માસ્ક

· આ ફેસ માસ્ક બનાવવા માટે તમારે 1/2 ચમચી ચંદન પાવડર, 1/2 ચમચી હળદર પાવડર અને ગુલાબજળની જરૂર પડશે.

· આ ત્રણ વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો, પછી તેને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવો.

· આ પછી, તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી સારી રીતે સાફ કરો. પછી ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવો. આમ કરવાથી તમારા ચહેરા પર ગુલાબી નિખાર આવશે.

· તમને જણાવી દઈએ કે ચંદન માં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે પિમ્પલ્સ, ડાઘ અને ઘા ને મટાડવામાં મદદ કરે છે.

· બીજી તરફ, હળદરમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, કોપર, ઝિંક, ફોસ્ફરસ, વિટામિન બી-6, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે જેવા પોષક તત્વો હોય છે જે ત્વચાને નિખારવાનું કામ કરે છે. જ્યારે, ગુલાબ જળ ત્વચાને ટાઇટ અને હાઇડ્રેટ કરે છે.

Next Story