/connect-gujarat/media/post_banners/283a6ff15fc511cb690b19d2bcaf8b7c5c5152a1f8b7c91d2f14cde1c94576bc.webp)
દરેક વ્યક્તિને મુસાફરી કરવાનું પસંદ છે. મુસાફરી તમને નવી વસ્તુઓ વિશે માહિતી આપે છે, તમારું મનોરંજન થાય છે. જેના કારણે તમે તાજગી અનુભવો છો, પરંતુ ઘણી વખત બજેટને કારણે મુસાફરીની યોજનાઓ રદ કરતા હોય, દેશમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે ભોજન, બધું મફતમાં મેળવી શકો છો. જેથી ઓછા બજેટમાં મુસાફરીનો આનંદ માણી શકીએ છીએ.
1. ઋષિકેશ (ગીતા ભવન)
/connect-gujarat/media/post_attachments/3ad63a663e68f18d35d4f13412f79193e6151bc552ec4546d279ce22d2813ea4.webp)
તમને અહીં પ્રકૃતિની સુંદરતા જોવા મળશે અને તમે ગીતા ભવનમાં રહી શકો છો. અહીં એક હજાર રૂમ છે, આ આશ્રમમાંથી તમે ગંગાનો નજારો પણ માણી શકો છો.
2. હરિદ્વાર (શાંતિકુંજ)
/connect-gujarat/media/post_attachments/2aa25078f9b2a671cf20f181cd177d2e05c74ec6aeea2c26f250c3716cd2d6fc.webp)
હરિદ્વારની ગંગા આરતી ખૂબ જ પ્રખ્યાત છે. જો તમે ઋષિકેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમે તીર્થ શાંતિકુંજ હરિદ્વારમાં પણ રોકાઈ શકો છો. અહીં રહેવાની પણ મફત વ્યવસ્થા છે.
3. ઉત્તરાખંડ (હેમકુંડ સાહિબ ગુરુદ્વારા)
તમે ઉત્તરાખંડમાં બરફીલા મેદાનોનો નજારો પણ જોઈ શકો છો. કેટલીકવાર ભીડને કારણે હોટેલ શોધવી મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં તમે શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારામાં રહી શકો છો. તે લંગર સેવા માટે પ્રખ્યાત છે. અહીં તમને ખાવા-પીવાનું ફ્રીમાં મળશે.
4. કોઈમ્બતુર (ઈશા ફાઉન્ડેશન)
આ આશ્રમ કોઈમ્બતુરથી લગભગ 40 કિમીના અંતરે છે. અહીંની આદિયોગીની પ્રતિમા વિશ્વમાં પ્રખ્યાત છે. તમે આ સ્થળની મુલાકાત પણ લઈ શકો છો. અહીં મફત સેવા પણ છે.
5. કેરળ (આનંદ આશ્રમ)
/connect-gujarat/media/post_attachments/fb1ad993da0bd8cad5c00d37fe2bdedeb048089c44ddd41e81fac8b108c1390b.webp)
જો તમે કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આ જગ્યા પર અવશ્ય જાવ. અહીં, હરિયાળી વચ્ચે સ્થિત આનંદ આશ્રમમાં રહેવા માટે તમારા માટે સારો વિકલ્પ હશે. અહીંનું ભોજન પણ લોકોને અનુકૂળ આવે છે. હકીકતમાં અહીંનાં ભોજનમાં તેલ અને મસાલાનો ઓછો ઉપયોગ થાય છે.
જો કે, મફતમાં રહેવા માટે, તમારી પાસે આ જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે. ઉદાહરણ તરીકે, જો તમારી પાસે ઓળખ કાર્ડ, આધાર કાર્ડ છે, તો આ સ્થાનો પર જાઓ જેથી તમને રહેવામાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.