/connect-gujarat/media/media_files/2025/07/06/travel-tips-2025-07-06-15-37-27.jpg)
વિશ્વભરમાં એવા અનેક દેશો છે જ્યાં ફરવા જવુ એટલુ સરળ નથી. ત્યા જવા માટે તમારી પાસે સારા એવા રૂપિયા હોવા જોઈએ. પરંતુ કેટલાક દેશો એવા છે જે તમને એમના દેશમાં બોલાવી રહ્યા છે. જે રહેવા માટે ઘર અને પૈસા બંને આપશે, તમે ત્યા આરામથી રહી શકશો પણ તેના માટે તમારે કેટલીક શરતો માનવી પડશે.
દરેક વ્યક્તિ વિદેશમાં રહવાનું વિચારતી હોય છે, બધા ઈચ્છે છે કે એકવાર અહીં ફરવાનું મળી જાય અથવા તો કાયમી રહેવાનું મળી જાય તો તે ત્યાં જ સેટ થઈ જશએ. પરંતુ આ બધુ એટલુ સરળ નથી હોતુ, કારણ કે આ બધા માટે તમારે હજારો ડોક્યુમેન્ટ્સ આપવા પડે છે. તમારી હિસ્ટ્રી બતાવવી પડે છે, એ ઉપરાંત અનેક પ્રુફ આપવાના હોય છે પરંતુ આ ત્રણ દેશ એવા છે જ્યાં જવા માટે તમારે આ બધુ નહીં કરવુ પડે.
આ દેશો તેમને ત્યાં રહેવા માટે આપને બોલાવી રહ્યા છે. કન્ટેન્ટ ક્રિએટર અને ફાઈનાન્સ એક્સપર્ટ કેસ્પર ઓપાલાએ હાલમાં જ તેમની ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમા તેમણે આવા ત્રણ દેશો વિશે જાણકારી આપી છે. જે લોકોને તેમને ત્યાં શિફ્ટ થવા માટે પૈસા આપી રહ્યા છે. ચાલો તેની પુરી માહિતી મેળવીએ.
કેસ્પર ઓપેલા જણાવે છે જે ત્રણ દેશ તેમને ત્યાં આપને બોલાવી રહ્યા છે તેમા એક છે એન્ટીકીથેરા આઈલેન્ડ.. જે ગ્રીસનો એક નાનકડો ટાપુ છે. જ્યાં માત્ર 39 લોકો રહે છે. ત્યારબાદ આવે છે સ્વિટ્ઝરલેન્ડ. જે સુંદર દેશ છે પરંતુ ઘટતી જનસંખ્યાને સંતુલીત કરવા માટે આપને તેમને ત્યાં બોલાવી રહ્યો છે. ત્યારબાદ ત્રીજા નંબર પર આવે છે પ્રેસીચે, ઈટલી. આ શહેર પણ ખૂબ જ સુંદર છે. આની સમસ્યા એ છે કે ત્યાંની મૂળ વસ્તી હવે વૃદ્ધ થઈ રહી છે અને યુવાનોની કમી છે. જેના કારણે બહારના લોકોને તે બોલાવી રહ્યો છે.
સફેદ ઈમારતો, આસમાની સમુદ્રો, ગુફાઓ, પહાડો અને રમણિય દૃશ્યોથી ભરાલો આ બીચ ટાઉન પ્રકૃતિ પ્રેમીઓને ખૂબ પસંદ આવે એ. ધ ટ્રાવેલના જણાવ્યા અનુસાર 5 પરિવારોને Antikythera નામના આ ટાપુ પર વસવા માટે આર્થિક મદદ પણ આપવામાં આવશે અને રહેવા માટે ઘર પણ મળશે.
જો કોઈ વ્યક્તિ પાસે કોઈ કામની સ્કિલ છે, જેમકે બેકરી ચલાવવી, માછલી પકડવી તો તેમને પણ ત્યાં રહેવા માટે પ્રાથમિક્તા મળશે. કારણ કે આવા કૌશલ્ય ધરાવતા લોકોને અહીંની વસ્તી અને અર્થવ્યવસ્થાને વધારવામાં મદદ કરી શકે છે. પસંદગી પ્રક્રિયામાં એક ઈન્ટરવ્યુ લેવામાં આવશે. જો તમે ત્યાં શિફ્ટ થાઓ છો તો તમને દર મહિને 600 ડૉલર (50 હજાર) અને એક જમીનનો ટુકડો આપવામાં આવશે. એ પણ ત્રણ વર્ષ સુધી.
આ સુંદર જગ્યા એ પરિવારો માટે 60 હજાર ડૉલર (50 લાખ) સુધી આપે છે, જે ઓછામાં ઓછા 4 લોકો સાથે અહીં આવીને રહેવી ઈચ્છે છે. ટ્રાવેલર 365 અનુસાર જે વ્યક્તિ સ્વિટ્ઝર્લેન્ડ ના આ સુંદર ગામ અલ્બિનેનમાં શિફ્ટ થશે, તેને લગભગ 26,800 તડૉલર (22 લાખ) મળશે. જ્યારે દરેક બાળક પર લગભગ 10,700 ડૉલર ( 9 લાખ) આપવામાં આવશે.
એટલે કે જો કોઈ પરિવાર અહીં આવીને વસે છે તો તેમને કૂલ 57,900 (અંદાજિત 47 લાખ) સુધીની મદદ મળી શકે એ. આ સ્કીમ ખાસ કરીને યુવા પરિવારો અને કપલ્સ માટે ઘણી લાભદાયક છે. આ દેશ આવી સ્કીમ તેમની ઘટતી જતી વસ્તીને ફરી બેઠી કરવા માટે કરી રહ્યા છે.