/connect-gujarat/media/post_banners/50b9693f4c5eaf927ae533ff19d87bbd4504426299e4c7496e079bd49d0ca457.webp)
આપણે અનેક લોકો અનેક વાર બીચ પર ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. પણ શું તમે રાત્રે ચમકતા બીચની મજા લીધી છે. જો તમે આવા બીચની મજા લેવા ઈચ્છો છો તો હવે તમારે આવી મજા માણવા વિદેશ નહીં જવું પડે આપના દેશમાં જ તમે આવા બીચની મજા માણી શકશો. આ બીચ પર કેમિકલ રીએકસનના કારણે આવા દ્રશ્યો જોવા મળે છે. તો જાણો ક્યાં બીચ છે જે રાત્રિના સમયે ચમકે છે અને ત્યાં જવાનો પ્લાન બનાવી લો.
1. કર્ણાટક્નો મટ્ટુ બીચ
કર્ણાટક્નો મટ્ટુ બીચ આ રાજ્યના જાણીતા ટ્રાવેલ ડેસ્ટિનેસન છે. આ બીચ ઉદુપીથી 10 કિલોમીટરના અંતરે છે. રાતના સમયે આ બીચની સુંદરતા પોતાની આંખથી જોવી એ સ્વ્પનલોકમાં મુસાફરી કરવા સમાન છે. મળતી માહિતી અનુસાર આ બીચ સી સ્પાર્કલ નામના સમુદ્રી જીવના કારણે રાત્રે ચમકે છે.
2. લક્ષદ્વીપનો બંગારમ આયરલેન્ડ
આંસુના આકારનો આ દ્વીપ અરબ સાગરના લક્ષદ્વીપ સમૂહનો એક ભાગ છે. એલ્ગી અને અનેક સમુદ્રી ઓર્ગેનિસમ જેવા જેલીફિશના પાણીમાં હોવાના કારણે બંગારમ બીચ રાતના સમયે ચમકે છે. તે જોવાનું પોતાનામાં ખાસ છે.
3. બેતાલબટીમ બીચ, ગોવા
ગોવાનો આ બીચ સાફ સુંદર અને શાંતિ ભરેલા માહોલ વાળો છે. આ બીચ દક્ષિણ ગોવામાં છે. આ બીચની સફેદ રેતી, સુંદર સૂર્યાસ્ત અને ડોલ્ફિન સ્પોટિંગ તેની ખાસિયતોની ગણતરીમાં આવે છે. એલ્ગીની હાજરીના કારણે આ બીચનો કિનારો રાત્રિના સમયે ગ્લો કરે છે.
4. તિરુવનમિયૂર બીચ, ચેન્નઈ
ચેન્નઈના સૌથી જાણીતા બીચમાંનો એક બીચ માનવામાં આવે છે. વર્ષ 2019થી અહીં રાતના સમયે ચમક જોવા મળે છે. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાનો એક અલગ જ નજારો છે. આ એક સાધારણ દેખાતો અને અલૌકિક કરી દેનારો દરિયાઈ તટ છે.
5. હેવલોક આઇલેન્ડ, અંડમાન
અંડમાનમાં અનેક સમુદ્ર કિનારાઓ છે જે સુંદર છે. અહીં પહોચવાનો ખાસ અનુભવ છે. પણ હેવલોક આઇલેન્ડની વાત કઈક અલગ જ છે. આ બીચ પણ રાત્રે સુંદર ગ્લો કરે છે. ખાસ કરીને નવેમ્બર થી ફેબ્રુઆરીમાં અહી ફરવાની મજા લઈ શકાઈ છે. અહીંના નાના સમુદ્રી જીવો અહીના ચમકવાનું કારણ છે.