Connect Gujarat
ટ્રાવેલ 

ત્વચાને ક્લીન કરવા માટે આ 5 નેચરલ વસ્તુઓ છે એકદમ પરફેક્ટ, ફેશવોશ લગાવવાની જરૂર જ નહીં પડે......

સામાન્ય રીતે લોકો ચહેરાને સાફ આક્રવા માટે ફેશવોશ કે સાબુનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તે તો માત્ર ત્વચાને બહારથી જ સાફ કરે છે

ત્વચાને ક્લીન કરવા માટે આ 5 નેચરલ વસ્તુઓ છે એકદમ પરફેક્ટ, ફેશવોશ લગાવવાની જરૂર જ નહીં પડે......
X

સામાન્ય રીતે લોકો ચહેરાને સાફ આક્રવા માટે ફેશવોશ કે સાબુનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તે તો માત્ર ત્વચાને બહારથી જ સાફ કરે છે પરંતુ જરૂરી એ પણ છે કે ત્વચા અંદરથી સાફ થાય. એટલે કે ત્વચાની અંદર રહેલું ઓઇલ, ગંદકી અને મેલ સાફ કરવો ખૂબ જ જરૂરી છે. આ કામ ફેશવોશ કે સાબુ નથી કરતું. જો તમારી ત્વચાને અંદરથી સાફ કરવી હોય તો તમે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

લીંબુ

લીંબુ તમારી ત્વચાને સારી રીતે ક્લીન કરી શકે છે. જો કે લીંબુ લગાવતા પહેલા તમારે પેચ ટેસ્ટ કરી લેવો જોઈએ. કારણ કે દરેકની સ્કીન પર લીંબુ લગાવવી માફક નથી આવતું. જો લીંબુ તમારી ત્વચાને માફક આવે તો દુધ કે દહીં સાથે લીંબુનો રસ મિક્સ કરીને ત્વચા પર લગાવવું. 10 થી 15 મિનિટ પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ નાખો. પછી ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવી દેવું.

કાકડી

કાકડી પણ તમારા ચહેરાને સુંદર બનાવી શકે છે. તેના માટે કાકડીની પેસ્ટ બનાવીને તેને ચહેરા પર લગાવો. 15 થી 20 મિનિટ સુધી તેને રહેવા દો. અને પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો.

દુધ

દૂધ પણ નેશરલ ક્લીનર તરીકે અદ્ભુત કામ કરે છે. દૂધનો ઉપયોગ કરવાથી ત્વચા સુંદર અને મુલાયમ રહે છે. તેમાં રહેલું લેકટીક એસિડ ડેડ સ્કિનને દૂર કરવાનું કામ કરે છે. તેના માટે કાચા દૂધને રૂ ની મદદથી ચહેરા પર લગાવો. અને 10 મિનિટ સુધી ચહેરા પર રહેવા દો. ત્યાર પછી ચહેરા પર હળવા હાથે માલીસ કરો અને ચહેરો સાફ કરો.

મધ

મધ એંટીઓક્સિડેંટ્સથી ભરપૂર હોય છે. અને તે સાથે સાથે શ્રેષ્ઠ મોઇશ્ચરાઇઝર પણ છે. તેનો ઉપયોગ કરીને તમે ખીલથી પણ મુક્તિ મેળવી શકો છો. તેના માટે એક ચમચી મધ લઈને ચહેરા પર લગાવો. અને 10 મિનિટ સુધી માલીસ કરો ત્યાર પછી ગરમ પાણીથી ચહેરાને ધોઈ નાખો.

દલિયા

દલિયાનો ઉપયોગ તમે આજ સુધી નાસ્તામાં કર્યો હશે. પરંતુ શું તમને ખબર છે કે દલિયાનો ઉપયોગ ત્વચાને મુલાયમ અને સુંદર બનાવવામાં પણ થાય છે. તેના ઉપયોગથી ત્વચા પર રહેલી ડેડ સ્કીન સરળતાથી દૂર થાય છે. તેનો ઉપયોગ કરવા માટે 2 ચમચી દલિયાને પાણીમાં પલાળી પછી તેની પેસ્ટ તૈયાર કરો. તમે તેનો પાવડર બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને માલિશ કરો. ત્યાર બાદ 10 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ નાખો.

Next Story