Connect Gujarat
ટ્રાવેલ 

મહારાષ્ટ્રના આ છે બેસ્ટ 5 ડેસ્ટિનેશન પ્લેસ, ચોમાસામાં માણો અહી ટ્રેકિંગની મજા.....

ચોમાસુ અને ટ્રેકિંગ... એટલે ડબલ એડવેન્ચર અને ડબલ મજા. ચોમાસાના ઝીણા ઝરમર વરસાદમાં બહાર ફરવા જવાની મજા જ કઈક અલગ હોય છે.

મહારાષ્ટ્રના આ છે બેસ્ટ 5 ડેસ્ટિનેશન પ્લેસ, ચોમાસામાં માણો અહી ટ્રેકિંગની મજા.....
X

ચોમાસુ અને ટ્રેકિંગ... એટલે ડબલ એડવેન્ચર અને ડબલ મજા. ચોમાસાના ઝીણા ઝરમર વરસાદમાં બહાર ફરવા જવાની મજા જ કઈક અલગ હોય છે. અને તેમાં પણ જે લોકો એડવેન્ચરના શોખીન છે તેના માટે તો આ પ્લેસ એકદમ બેસ્ટ છે. જી, હા આજે અમે તમને જણાવીશું એવા મહારાષ્ટ્રના 5 પ્લેસિસ જે કુદરતી સૌંદર્યથી ભરપૂર તો નથી પણ બજેટ ફ્રેન્ડલી છે. જ્યાં તમને ફરવા જવાની ખૂબ જ મજા આવશે.

1. દેવકુંડ વોટરફોલ

80 ફૂટની ઊંચાઈએથી પડતો આ ધોધ તમને મંત્રમુગ્ધ કરી દેશે જ્યારે તમે ભિરા ડેમને અડીને આવેલા જંગલો અને ખડકાળ રસ્તાઓમાંથી પસાર થઈને અહીં પહોચશો. અહીં બનેલા તળાવો તમારો બધો જ થાક ઉતારી દેશે. જો અહીં આવવાનું પ્લાનિંગ કરતાં હોવ તો ઓગસ્ટથી નવેમ્બર સુધીનો સમય શ્રેષ્ઠ છે.

2. પેબ ફોર્ટ, માથેરાન

જો તમને કુદરતી અને શાંત વાતાવરણ જોઈતું હોય તો માથેરાન પાસે આવેલા પેબ ફોર્ટ પર જવું જોઈએ. આ કીલ્લામાં એક ગુફા પણ આવેલી છે. જ્યથી તમે માથેરાન પર્વતમાળાનો સુંદર નજારો જોઈ શકશો. તમે અહીં નાઈટ કેમ્પિંગ પણ કરી શકો છો. અહીં જવાનો શ્રેષ્ઠ સમય જુલાઈથી સપ્ટેમ્બર છે.

3. ભીવપૂરી વોટરફોલ, કર્જત

જો તમે તમારા પરિવાર સાથે ટ્રેકિંગ ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો. તો ભિવપુરી ગામની તળેટીમાં ચારે તરફ ફેલાયેલા આ ધોધથી બીજું સુંદર શું હોય શકે? હરિયાળીની વચ્ચે આવેલું આ સુંદર અને નજીકમાં બનેલી ખાણી પીણીની દુકાનો તમને એક અલગ જ અનુભવ કરાવશે. તમે અહીં જૂનથી સપ્ટેમ્બર સુધી આવી શકો છો.

4. ડ્યુક્સ નોઝ, ખંડાલા

તમે માત્ર 4 કલાકમાં ટ્રેકિંગ કરીને અહીં પહોચી શકો છો. અહીં પહોચવા માટે 2 રસ્તાઓ છે. એક ખંડાલા સ્ટેશનથી અને બીજો કુરવનદે ગામથી. ટ્રેકિંગ દરમિયાન તમને એવા સુંદર નઝારા જોવા મળશે કે જેને જોઈને તમને ત્યાં જ રોકાવાનું મન થઈ જશે. અહીં ફરવા માટે જુલાઈથી સપ્ટેમ્બર શ્રેષ્ઠ સમય છે.

5. કરનાલા કિલ્લો, રાયગઢ

ફરતી ટેકરીઓથી ઘેરાયેલો આ કિલ્લો ટ્રેકિંગ માટે અદ્ભુત છે. અહીં કરનાલા પક્ષી અભ્યારણ્ય પણ આવેલું છે. જ્યાં પેરેડાઈઝ, ફ્લાઇકેચર, અને મેગપી રોબિન જેવા પક્ષીઓ તેમના મધુર કિલકિલાટથી તમને મંત્રમુગ્ધ કરશે. અહીં જવાનો શ્રેસ્થ સમય જૂનથી એપ્રિલ સુધીનો છે. મહારાષ્ટ્રના ટ્રેકિંગ ટ્રેલ્સ તેમના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતા છે.

જો તમે અહીં ટ્રેકિંગ માટે જશો તો તમે વહેતા ધોધ, તાજી હવા અને દરેક જગ્યાએ જોવા મળતી હરિયાળીના પ્રેમમાં પડી જશો.

Next Story