Connect Gujarat
ટ્રાવેલ 

ગર્લ્સ ગેંગ માટે ફરવાલાયક આ જગ્યાઓ છે બેસ્ટ, બિંદાસ ફરી શકશો, આજે જ બનાવો પ્લાન……

ફરવા જવું કોને ના ગમે? ને એમાય ગર્લ્સ ગેંગ સાથે ફરવા જવાનું મળી જાય તો મજા જ પડી જાય. બધી ફ્રેન્ડ્સ સાથે લોંગ ટુર કરવાની જે મજા છે

ગર્લ્સ ગેંગ માટે ફરવાલાયક આ જગ્યાઓ છે બેસ્ટ, બિંદાસ ફરી શકશો, આજે જ બનાવો પ્લાન……
X

ફરવા જવું કોને ના ગમે? ને એમાય ગર્લ્સ ગેંગ સાથે ફરવા જવાનું મળી જાય તો મજા જ પડી જાય. બધી ફ્રેન્ડ્સ સાથે લોંગ ટુર કરવાની જે મજા છે તે મજા એકલા ફરવા જવામાં પણ નથી. પરંતુ અમુક વાર ગર્લ્સને એકલા ફરવા જવું જોખમી બની જતું હોય છે. અત્યારે જે પ્રકારના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે તે જોઈને માતા પિતાને ચિંતા થાય તે સ્વાભાવિક છે. પરંતુ આજે અમે તમને કેટલાક એવા પ્લેસો વિષે જણાવીશું કે ત્યાં તમે સેફલી તમારી ટ્રીપ એન્જોઇ કરી શકશો અને રજાઓની મજા માણી શકશો. તમે ફરવા માટે રાજસ્થાનના કેટલાક શહેરોની મુલાકાત લઈને તમે આ ટ્રિપને યાદગાર બનાવી શકો છો.

1. જોધપુર

તમે ગર્લ્સ ગેંગ સાથે ફરવા માટે જોધપુર જઇ શકો છો. તમે અહી ઘણી ખરીદી કરી શકો છો. સાથે જ અહીની સ્વાદિષ્ટ વાનગીઓની મજા પણ માણી શકો છો. આ સિવાય અહીના તળાવ અને કિલ્લાઓની મુલાકાત પણ લઈ શકો છો.

2. ઉદયપુર

તમે ઉદયપુર શહેરની પણ મુલાકાત લઈ શકો છો, જેને તળાવોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. ચોમાસામાં વાદળોથી ઘેરાયેલો નજારો તમને ગમશે. આ સિઝનમાં ફરવા માટે આ બેસ્ટ સ્થળ છે. તમે અહીં લેક પીચોલા અને લેક પેલેસની મુલાકાત લઈ શકો છો.

3. માઉન્ટ આબુ

રાજસ્થાનમા આવેલું માઉન્ટ આબુ ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. તમે ઓગસ્ટમાં અહીં ફરવા પણ જઇ શકો છો. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, અચલગગઢ કિલ્લો દેવવાડા મંદિર, ગુરુશિખર, નકી તળાવ વગેરે જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો॰

4. જયપુર

પિન્ક સિટી જયપુરમાં તમે નહારગઢ કિલ્લો, જલ મહેલ, સિટી પેલેસ અને હવા મહેલ જેવા ઘણા સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ જગ્યાઓ પર તમે ફોટોશૂટ પણ કરવી શકો છો. આ સાથે જ તમે કાફે માં સ્વાદિષ્ટ ભોજનનો પણ આનાનદ લઈ શકો છો.

Next Story