Connect Gujarat
ટ્રાવેલ 

ઇઝરાયલી ટુરિસ્ટ માટે ફેવરિટ છે ભારતના આ પર્યટક સ્થળો, જાણો આ સ્થળો વિષે...

ભારતમાં ફરવાની અનેક જગ્યાઓ છે. સાથે સાથે ઇઝરાયલી ટુરિસ્ટ પણ અહીં આવવાનું પસંદ કરે છે

ઇઝરાયલી ટુરિસ્ટ માટે ફેવરિટ છે ભારતના આ પર્યટક સ્થળો, જાણો આ સ્થળો વિષે...
X

ભારતમાં ફરવાની અનેક જગ્યાઓ છે. સાથે સાથે ઇઝરાયલી ટુરિસ્ટ પણ અહીં આવવાનું પસંદ કરે છે. આ જગ્યાઓની સુંદરતા અને કલ્ચર યાત્રીઓને એટ્રેક્ટ કરે છે. તો જાણો આ જગ્યાઓ વિષે..

પુષ્કર, રાજસ્થાન

અહીં ચાબડ હાઉસમાં અનેક દુકાનદારો એવા છે. જે ઇઝરાયલી ભાષા હબ્ર્યુ ઘણા અંશે બોલી લે છે. આ કારણે ઇઝરાયલીઓ અહીં આવીને ઘર જેવો અનુભવ કરે છે. તેમણે રાજસ્થાની કલ્ચર વધુ પ્રિય હોય છે.

ધર્મકોટ, કાંગડા

હિમાચલનું ધર્મકોટ ઇઝરાયલી ટુરિસ્ટ માટેના ફેવરિટ ઇંડિયન ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાનું એક માનવામાં આવે છે. પહાડથી ઘેરાયેલું ધર્મકોટ દર વર્ષે રોશ હશાના સુધી ઉજવે છે.

કસોલ, હિમાચલ

ઇઝરાયલી લોકો ભારતમાં પહાડો પર યાત્રા કરવાનું વધુ પસંદ કરે છે. નેચરલ બ્યુટીથી ઘેરાયેલું કસોલ અનેક એવિ જગ્યાઓ ધરાવે છે. જ્યાં યહૂદી કલ્ચરની ઝલક જોવા મળે છે. અહીં રેસ્ટોરન્ટમાં ઇઝરાયલી ફૂડ પણ પીરસવામાં આવે છે.

મલાણા, હિમાચલ

હિલ સ્ટેશન વાળું હિમાલય વિદેશી ટુરિસ્ટને પસંદ આવે છે. હિમાચલના મલાણાનું કલ્ચર ઇઝરાયલીઓને ખૂબ જ પસંદ આવે છે. મલાણાની બ્યુટી સાથે ત્યાનું ફૂડ પણ ઇઝરાયલીઓને વધારે પસંદ આવે છે.

Next Story