/connect-gujarat/media/post_banners/ba7e39a732e21ed4962882d2a28160f49f8cc239d51f168d1abd10e3331721a3.webp)
રાજસ્થાન અશોક ગેહલોત સરકારે એવો નિર્ણય લીધો છે, જેનાથી વારંવાર આબુ ફરવા ઉપડી જતા ગુજરાતીઓને મોટો ફટકો પડશે. રાજસ્થાનમાં ભૂમાફિયા સહિત અન્ય માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા મોટો નિર્ણય કરાયો છે. આ માટે વિશેષ અભિયાન ચલાવ્યું છે.
રાજસ્થાનમાં રાતે 8 વાગ્યા બાદ દારૂની દુકાન નહીં ખૂલે. તેની જવાબદારી પોલીસ અધિકારીઓની રહેશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ વિશે ચિંતા વ્યક્ત કરી કે, પ્રદેશમાં માફિયાનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તેને કારણે સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું કે, જમીનના કેસ વધી રહ્યા છે. ભૂમાફિયા, દારૂ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ અભિયાન તેજ ગતિથી વધારવા કહેવાયું છે. તો બીજી તરફ, અમારી સરકારે રાત્રે 8 વાગ્યા બાદ દારૂની દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. તેની સારી અસર પડી છે. પરંતુ ધીરે ધીરે આદેશ ડાયલ્યુટ થઈ ગયો હતો. હવે, જો પ્રદેશમાં રાત્રે 8 વાગ્યા બાદ દારૂનું વેચાણ દુકાન પર થશે તો પોલીસ અધિકારી જવાબદાર રહેશે. તો સમગ્ર જિલ્લાની જવાબદારી એસપીની રહેશે કે, રાત્રે 8 વાગ્યા બાદ દારૂનું વેચાણ કરવામાં ન આવે. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી આબુ ફરવા જનારા ગુજરાતીઓને મોટો ફટકો પડી શકે છે. ગુજરાતી છાશવારે આબુ ફરવા ઉપડી જતા હોય છે. તો બીજી તરફ, આબુ એટલે ગુજરાતીઓ માટે મિની કાશ્મીર. આવામાં ઠંડીની મોસમમાં આબુ કરવા જવાનો ક્રેઝ વધુ હોય છે, ત્યારે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી ગુજરાતીઓને ફટકો પડશે...