ભારતમાં સતત સિંહોની સંખ્યા ઓછી થઈ રહી છે. જેને લઈ જાગ્રૃતા ફેલાવવા માટે વર્લ્ડ લાયન ડેની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં તમે ક્યાં સ્થળો પર સિંહના નજીકના દર્શન કરી શકો.
દર વર્ષે 10 ઓગસ્ટના દિવસે વર્લ્ડ લાયન ડે તરીકે મનાવવામાં આવે છે.આ દિવસનો ઉદ્દેશ સિંહોની ઓછી થતી વસ્તીને લઈ જાગ્રુરતા ફેલાવવાનો છે. ભારતમાં સિંહ દર્શન કરવા એક અલગ જ મજા છે. ભારતમાં પહેલા સિંહની સંખ્યા વધારે હતી પરંતુ હવે ધીમે ધીમે આ સંખ્યા ઓછી થઈ રહી છે.
ભારતમાં સતત સિંહોની સંખ્યા ઓછી થઈ રહી છે. તેની પાછળ અનેક કરાણો જવાબદાર છે. જેમાંથી સૌથી પહેલું કારણ જંગલની કાપણી અને શહેરી કરણના કારણે જંગલોને કાપવામાં આવી રહ્યા છે. જેના કારણે સિહંને ફરવા અને રહેવાની જગ્યા ઓછી થઈ રહી છે.
હજુ પણ ભારતના કેટલાક એવા સ્થળો છે, જ્યાં તમને સિંહ જોવા મળે છે.આ સ્થળોએ જંગલ સફારી કરતી વખતે તમે જંગલના રાજા સિંહને જોઈ શકો છો. તો જો તમે પણ સિંહને નજીકથી જોવા માંગતા હો, તો ચાલો અમે તમને જણાવીએ કે તમે ગુજરાતમાં ક્યાં જઈ શકો છો.
ગુજરાતમાં તમે જો પરિવાર સાથે સિંહ દર્શનનો પ્લાન બનાવો છો. તો ગુજરાતનું ગીર નેશનલ પાર્ક સૌથી બેસ્ટ માનવામાં આવે છે. અહી તમે સિંહને જંગલ સફારી કરીને પણ જોઈ શકો છો. આ એક ગાઢ જંગલ છે. જ્યાં સિંહો આરામથી રહે છે.
જ્યાં તમે સિંહને નજીકથી જોઈ શકો છો. અહીં તમે સિંહને ચાલતા અને આરામ કરતો જોઈ શકો છો.જો તમે વન્યજીવનનો આનંદ માણવા માંગતા હો, તો ગીર નેશનલ પાર્કની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. જંગલ સફારી દરમિયાન સિંહ અને દીપડા અહીં સરળતાથી ફરતા જોવા મળે છે. જાણો મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે?
જો તમે ફ્લાઈટ દ્વારા જવા માંગો છો તો રાજકોટ સુધી ફ્લાઈટમાં જઈ ત્યાંથી બાય રોડ જઈ શકો છો. ગિરનું સૌથી નજીકનું એરપોર્ટ દીવ પણ છે.
અહીથી તમે કાર દ્વારા કે બસ દ્વારા ગીર નેશનલ પાર્ક પહોંચી શકો છો.ટ્રેન દ્વારા તમે વેરાવળ રેલવે સ્ટેશનથી માત્ર 70 કિમી દુર ગીર નેશનલ પાર્ક આવેલું છે.જો કારથી જવું છે, તો તમે સરળતાથી રાજકોટ,જૂનાગઢ થઈ ગીર નેશનલ પાર્ક પહોંચી શકો છો.
ગીર નેશનલ પાર્કમાં સૌથી મોટું આકર્ષણ જંગલ સફારી છે. તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે ફોરેસ્ટ સફારી બુક કરાવી શકો છો. અહીં પહોંચ્યા પછી તમે સફારી પણ બુક કરાવી શકો છો. જંગલ સફારીનો સમય સવારે 6:30 થી 9:30 વાગ્યા સુધીનો છે. બીજો રાઉન્ડ બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધીનો છે.
ગીરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર-નવેમ્બર અને પછી ફેબ્રુઆરી અને માર્ચ માનવામાં આવે છે. આ સમયે તમે એશિયાઈ સિંહો, અને અન્ય જંગલી પ્રાણીઓને ફરતા જોઈ શકો છો.
ચોમાસા દરમિયાન જૂનથી સપ્ટેમ્બર સુધી આ પાર્ક બંધ રહે છે. જો ગીરમાં રહેવાની વાત આવે તો તમે ગીરની આસપાસ અનેક હોટલ અને રિસોર્ટ આવેલા છે. જ્યાં તમે પરિવાર સાથે રહી શકો છો.
Travel Destination | Asiatic Lion Gujarat | Gir National Park | Travel Tips