/connect-gujarat/media/media_files/2025/07/22/lailtum-2025-07-22-16-03-58.jpg)
વ્યસ્ત જીવનથી દૂર પ્રકૃતિની વચ્ચે શાંતિપૂર્ણ સમય પસાર કરવાનો એક અલગ જ અહેસાસ છે.
ભારતમાં એક એવો દેશ છે જ્યાં કુદરતી સૌંદર્યથી ભરપૂર સમુદ્રથી લઈને પર્વતો સુધીની દરેક વસ્તુ છે જે વ્યક્તિને પૃથ્વી પર સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે. દરેક વ્યક્તિને મુસાફરી કરવી ગમે છે, પરંતુ કેટલાક લોકોને પર્વતોની સુંદરતાની પ્રશંસા કરવી ગમે છે અને કેટલાકને લોકોને સમુદ્રના મોજામાં રમવું ગમે છે.
ભારત માત્ર તેની સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું નથી પરંતુ આપણો દેશ કુદરતી સૌંદર્યમાં પણ અજોડ છે. પર્વતોથી લઈને નદીઓ, ધોધ, સુંદર ખીણો અને સમુદ્ર સુધી, આપણા દેશમાં કુદરતી પ્રવાસ પ્રેમીઓ માટે બધું જ છે. ઘણા લોકોને પહાડો ગમે છે, કેટલાકને લોકોને સમુદ્ર તો કેટલાકને નદીઓના કિનારામાં ફરવું ગમે છે, જો તમે પણ પ્રકૃતિ પ્રેમી છો અને મુસાફરી કરવાનું પસંદ કરો છો, આ સ્થળોની પ્રાકૃતિક સુંદરતા અદ્ભુત છે. દરેક વ્યક્તિએ એકવાર આ સ્થળોની એકવાર મુલાકાત લેવી જોઈએ.
હિમાલયની ગોદમાં આવેલા વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્કને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. આ સ્થળ માત્ર તેની સમૃદ્ધ સુંદરતા માટે જાણીતું નથી, પરંતુ તેની અદભૂત કુદરતી સૌંદર્ય તમને મંત્રમુગ્ધ કરી દેશે. અહીં જાણે કોઈએ ફૂલોની જાજમ પાથરી હોય. આ ઉપરાંત, તમને વાદળી ઘેટાં, બરફમાં રહેતો ચિત્તો, કાળો ચિત્તો વગેરે જેવા ઘણા આશ્ચર્યજનક પ્રાણીઓ પણ જોવા મળશે. સુંદર ધોધ જોવાનું સપનું પણ અહીં પૂરું થશે.
પર્વતોની સાથે વાદળોને સ્પર્શ કરવો હોય તો તેણે મેઘાલયની મુલાકાત લઈ શકો છો વાદળોનું શહેર કહેવાતી આ જગ્યા ખૂબ જ સુંદર છે. અહીં આવ્યા પછી જ્યારે તમે પહાડો પર જશો ત્યારે તમને એવું લાગશે કે તમે કોઈ સપનાની દુનિયામાં છો. મેઘાલયમાં ઘણું બધું ફરવાલાયક છે જે આશ્ચર્ય અને રોમાંચથી ભરપૂર છે.
હરિયાળી, પહાડો, નદીઓ અને સમુદ્ર વિશે વાત કરીએ તો તમને આ બધું એક જ જગ્યાએ જોવા મળશે અને તે છે કેરળ, જેને દક્ષિણ ભારતનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. કેરળમાં તમે જંગલો, દરિયાકિનારા, પર્વતો અને સરોવરોનાં કુદરતી સૌંદર્યમાં ખોવાઈ જશો. અહીં કરવા માટે ઘણી રોમાંચક પ્રવૃત્તિઓ પણ છે. કેરળમાં, જંગલ સફારી પેરિયાર ટાઈગર રિઝર્વ, નીલગીરી ટાઈગર કન્ઝર્વેશન ઓર્ગેનાઈઝેશન, ઈરાવિકુલમ નેશનલ પાર્કમાં કરી શકાય છે. બીચની વાત કરીએ તો ચેરી બીચ, વર્કલા બીચ, અલપ્પુઝા બીચ છે.
કાશ્મીરને બિલકુલ ભૂલી ન શકાય. પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાતું આ સ્થળ શિયાળો હોય કે ઉનાળો હંમેશા પ્રવાસીઓને આકર્ષે છે. લીલાછમ વૃક્ષો, વિશાળ ઘાસના મેદાનો, ઉંચી બરફથી ઢંકાયેલ પર્વત શિખરો, નદીઓ અને તળાવો. અહીં બધું જ છે જે કોઈપણ વ્યક્તિ માટે સ્વર્ગમાં ફરતા હોય તેવો અનુભવ થાય છે. પૃથ્વા પરના આ સ્વર્ગને જવા જેવું છે.
દાર્જિલિંગ એક એવું સ્થળ છે જે ખાસ કરીને એકલા પ્રવાસ કરવાનું પસંદ કરતા હોય અથવા પ્રકૃતિની વચ્ચે શાંતિથી થોડો સમય પસાર કરવા માગતા હોય તેમના માટે જગ્યા ખાસ છે. અહીં દૂર-દૂર સુધી ફેલાયેલા ચાના બગીચા જોઈને કોઈપણનું દિલ ખુશ થઈ જાય. આ સિવાય તમે દાર્જિલિંગના બૌદ્ધ સ્તૂપની મુલાકાત પણ લઈ શકો છો
આ સિવાય દાર્જિલિંગમાં ફરવા માટે ઘણું બધું છે અને ખાસ કરીને તમે રામધુરા જઈ શકો છો જ્યાં વાદળો ખૂબ નજીકથી જોવા મળે છે. આ નાનકડા ગામમાં જાણે વાદળો આપડી સાથે સંતા કુકડી રમતા હોય તેવુ લાાગે છે.
Travel Destination | natural beauty | Meghalaya | Darjeeling