17 દિવસમાં ચાર ધામ યાત્રા સાથે આ લોકપ્રિય સ્થાનની લો મુલાકાત, IRCTC લાવી નવી પહેલ

ભારતમાં ચારધામ યાત્રાનું મહત્વ છે. શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાને લઈને લાંબા સમયથી પ્લાનિંગ કરતા હોય છે. તેમની આ યાત્રાને વધુ સુખદ બનાવવા IRCTC દ્વારા પણ ખાસ પ્લાનિંગ કરાયું છે.

New Update
cgdgh

ભારતમાં ચારધામ યાત્રાનું મહત્વ છે. શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાને લઈને લાંબા સમયથી પ્લાનિંગ કરતા હોય છે. તેમની આ યાત્રાને વધુ સુખદ બનાવવા IRCTC દ્વારા પણ ખાસ પ્લાનિંગ કરાયું છે.

છેલ્લા કેટલાક સમયથી ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી છે. લોકોને વધુ સુવિધા આપવાના પ્રયાસ હેઠળ IRCTC દ્વારા 5 સપ્ટેમ્બરથી એક સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે.

IRCTC ભારત ગૌરવ ડિલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. આ પ્રવાસ માટેની સ્પેશિયલ ટ્રેન દિલ્હીના સફદરજંગ રેલ્વે સ્ટેશનથી રવાના થશે. 16 રાત અને 17 દિવસના ટ્રેનના પ્રવાસમાં મુસાફરો ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકશે. આ લકઝરી ટ્રીપની શરૂઆત દિલ્હીથી શરૂ થશે અને દિલ્હી જ પરત ફરશે.