રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ, “સદૈવ અટલ” સ્મારક પર પાઠવી શ્રદ્ધાંજલિ: જુઓ કોણે કોણે કર્યા નમન

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ, “સદૈવ અટલ” સ્મારક પર પાઠવી શ્રદ્ધાંજલિ: જુઓ કોણે કોણે કર્યા નમન
New Update

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ

સિંહ, પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી સહિતના

અનેક દિગ્ગજોએ હંમેશાં અટલ મેમોરિયલમાં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને

શ્રદ્ધાંજલિ આપી હતી. આજે અટલ બિહારી વાજપેયીની 95 મી જન્મજયંતિ છે.

publive-image

આજે જન્મજયંતીના ભાગરૂપે ભાજપ દ્વારા વિવિધ

કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. દિલ્લીના સદૈવ અટલ ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ

યોજવામાં આવ્યો છે. સ્વ. વાજપેયીના સમાધિ સ્થળને “સદૈવ અટલ” નામ આપવામાં આવ્યું

છે. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘ સહિતના ભાજપના અનેક

દિગ્ગજ નેતાઓ શ્રધ્ધાંજલિ પાઠવવા પહોંચ્યા હતા. ભુતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી

વાજપેયીની સમાધિ પર ફૂલ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા.

publive-image

આજે લખનઉ ખાતે વડાપ્રધાન મોદી પૂર્વ વડાપ્રધાન અને

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે

તેમની યાદમાં અનેક વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરશે. લખનઉ લોકભવનમાં તેમની

પ્રતિમાનું અનાવરણ પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે.

#Amit Shah #Narendra Modi #Atal Bihari Vajpayee
Here are a few more articles:
Read the Next Article