બે’કાબૂ કોરોના : ગુજરાતમાં આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યો, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા

New Update
Covid-19 : રાજ્યમાં આજે 778 નવા કેસ નોંધાયા, 11 દર્દીના મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં દિન પ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. જોકે નોંધાયેલા કેસમાં અત્યાર સુધીમાં આજના દિવસે નોંધાયેલા સૌથી વધુ કેસ સામે આવ્યા છે. તો સાથે જ દિવસેને દિવસે આ જીવલેણ વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 4541 જેટલા નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 42 લોકના અકાળે મૃત્યુ થયા છે.

સમગ્ર રાજ્યમાં આજે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે જ અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ પણ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ થયા છે. તો સાથે જ રાજ્યમાં કોરોના સામેનો રિકવરી રેટ પણ 91.87 ટકાએ પહોચ્યો છે.  આજના દિવસે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 12,  રાજકોટ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશમાં 4, વડોદરામાં 2, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન મળી કુલ 42 લોકોના મોત થયા છે. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4697 પર પહોંચી ગયો છે. જોકે ગુજરાતમાં વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 76,30,525 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, અને 9,84,583 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 86,15,108 જેટલા લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.