ભરૂચના આમોદમાં રફતારનો કહેર જોવા મળ્યો હતો. જૂની સ્ટેટ બેન્ક નજીક એક બેકાબૂ કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જૂની સ્ટેટ બેન્ક નજીકથી પસાર થઈ રહેલી એક કાર અચાનક બેકાબૂ બની હતી. બેકાબૂ બનેલી કાર ચાલકે રસ્તા પરના ત્રણ વાહનોને જોરદાર ટક્કર મારી હતી.
https://www.instagram.com/reel/Dbx994ftt7i/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
અકસ્માતના પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં બેકાબૂ કાર ત્રણ વાહનોને અડફેટે લેતી જોવા મળી રહી છે.જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ચકચાર મચી હતી. અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
