રાજયમાં કેટલાય સ્થળોએ કમોસમી વરસાદ, ઉનાળુ પાકને નુકશાનની સેવાતી ભિતિ

રાજયમાં કેટલાય સ્થળોએ કમોસમી વરસાદ, ઉનાળુ પાકને નુકશાનની સેવાતી ભિતિ
New Update

રાજયમાં એક તરફ કોરોનાનો કહેર ચાલી રહયો છે ત્યારે મોસમે પણ કરવટ બદલી હતી. બુધવારના રોજ દાહોદ, નવસારી, ભરૂચ સહિતના અનેક સ્થળોએ અમી છાંટણા થયાં હતાં.

રાજયમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો હોવાથી લોકોમાં ભયનો માહોલ છે તેવામાં બુધવારે કુદરતે વધુ એક પરચો બતાવ્યો હતો. ભરઉનાળામાં રાજયમાં કેટલાય સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાંથી સુર્યનારાયણ ગાયબ થઇ જતાં વાદળછાયો માહોલ જોવા મળ્યો હતો. વાત કરવામાં આવે નવસારી જિલ્લાની તો નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના આસપાસના તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

વાતાવરણે કરવટ બદલતાં ઠંડક પ્રસરી હતી. કમોસમી વરસાદના કારણે ડાંગર સહિતના પાકોને નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં પણ લોકોએ અમી છાંટણાનો અનુભવ કર્યો હતો. ભરઉનાળામાં વરસાદ વરસતાં કેરીના પાકને નુકશાનની શકયતાઓ વર્તાઇ રહી છે. દાહોદ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે ઠંડક પ્રસરી હતી. પવનની વધેલી ગતિથી લોકોએ ઠંડક અનુભવી હતી.સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ઠેર ઠેર માવઠું થયું હતું.

#Rainfall #Gujarat Rainfall #Dahod #Rainfall Effect
Here are a few more articles:
Read the Next Article