New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/02171344/gfdg-e1596368641740.jpg)
ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હવે ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ડોક્ટરોની સલાહ બાદ તેઓ મેદાંતા હોસ્પિટલમાં દાખલ થયા છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
કોરોનાના શરૂઆતી લક્ષણો જોવા મળતા મે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટે પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે, પરંતુ ડૉક્ટર્સની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી અપીલ છે કે તમારામાંથી પણ લોકો છેલ્લા કેટલાક દિવસોથી મારા સંપર્કમાં આવ્યા છે, કૃપા કરીને પોતે આઇસોલેટ કરી પોતાની તપાસ કરાવો.
Latest Stories